અમદાવાદ: વડાપ્રધાન મોદીએ આજે કેવડિયા ખાતે ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કને ખુલ્લો મૂક્યો હતો. સાથે સાથે પીએમ મોદીએ એક્તા મોલને પણ ખુલ્લો મૂક્યો હતો. ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્કની વાત કરીએ તો અદ્યતન ટેક્નોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. આ પહેલા તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીથી તેઓએ ગાંધીનગર ખાતે કેશુભાઈ પટેલ અન મહેશ-નરેશના પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. જે બાદમાં તેઓ ગાંધીનગર ખાતેથી સીધા જ હેલિકોપ્ટર મારફતે કેવડિયા પહોંચ્યા હતા. અહીં તેઓએ એક પછી એક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.