ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ 2.24 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.4 મીટરનો વધારો થયો છે. જેને પગલે ડેમની સપાટી વધીને 126.89 મીટરે પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. ડેમમા હાલ 2052 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉપરવાસમાંથી 18,947 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ડેમની સપાટી 110.11 મીટર પર પોંહચી છે. ડેમમાં લાઈવ પાણીનો જથ્થો 374.17 MCM છે. કરજણ ડેમના 5 ગેટ ખોલાયા છે. હાલ કરજણ નદીમાં 40,495 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાઇડ્રો પાવારના 2 યુનિટ ચાલુ છે. હાલ વિજઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા જિલ્લાના તાલુકામાં 10થી વધુ એમ 50થી વધુ ઉંડા તળાવો કર્યા હતા. સાગબારા માલ સમોટ વિસ્તારમાં 6, નાંદોદમાં 10, ગરુડેશ્વરમાં 5 જેમાં મહુડીપાડા, સનાદરા, જૂનાઘંટામાં 3, હાંડી 2, ધોચકી 2, છટવાડા 2, મોટા તળાવો બનાવ્યાં હતા. આ તળાવો પહેલા વરસાદે જ અડધા ભરાયા પણ એકાદ બે તળાવમાં પાળી નબળી હોય તૂટી જતા પાણી વહી ગયું પણ બાકીના તમામ તળાવોથી ગામનું ભૂગર્ભ જળ એકદમ વધી ગયું છે. નર્મદામાં ધોધમાર વરસાદથી તમામ તળાવો છલકાઈ ઉઠ્યા છે. જેનો સીધો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે.