

દીપક પટેલ, નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આવતા પ્રવસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો થવા જઇ રહ્યો છે. ક્રુઝ બોટનું (cruise boat) લોકાર્પણ 21 માર્ચના રોજ થવાનું હતુ પરંતુ કોરોના મહામારીના (Corona Pendemic) કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 30-31 ઓક્ટોબરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ્યારે કેવડિયા આવવાના છે ત્યારે જ આ ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે.


હવે 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે બપોરે 3 વાગે આવી પહોંચે તેવી સંભાવના છે. ત્યારે પીએમ મોદી જંગલ સાફરીનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ સ્ટેચ્યુ ખાતે બનેલી ક્રુઝ બોટની જેટી ખાતેથી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે. ત્યાંથી પીએમ મોદી બોટમાં બેસી ભારતભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં સુધી જશે. આ સફર 6 કિલોમીટરની રહેશે.


જે રીતે, વારાણસીમાં ગંગા નદીમાં પ્રધાનમંત્રીએ બોટ સેવા શરુ કરી હતી તે જ રીતે અહીં નર્મદા નદીમાં પણ શરુ કરવામાં આવશે. જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે. એક જેટી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ જે ઇમર્જન્સી જેટી છે. જો કોઈ દુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરવામાં આવશે. આ ક્રુઝ બોટ માં આમ તો 200થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. પણ હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 100 લોકોને જ પરમિશન આપવામાં આવશે અને બોટમાં નાસ્તાની વ્યસ્થા પણ છે. જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરવાનો રહેશે. મનોરંજન માટેની પણ વ્યવસ્થા બોટ માં કરવામાં આવી છે.


આ ક્રુઝ બોટની ટિકિટ લગભગ430 રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી છે. ક્રુઝ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો જોવો કંઈક અલગ જ હશે. જો કોઈ દુર્ઘટના બને તો તેના માટે લાઈફ જેકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ બોટ શ્રેષ્ઠ ભારત ભવન થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે જે એક કલાકનો સમય લેશે ખાસ પ્રવાસીઓના મનોરંજન માટે આ બોટમાં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય અને સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


આવી હશે ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ - આ ક્રુઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે એવી વ્યવસ્થા છે, પણ કોવિડ -19ને લઈને માત્ર 100 પ્રવાસીઓ બેસી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશન કરવામાં આવશે. (2) ક્રુઝ બોટ 6 કિમિ ફેરવવામાં આવશે (3) જે ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસીઓ માટે 45 મિનિટનો ફેરો રહશે (4) ક્રુઝ બોટમાં સ્ટેટ પર આદિવાસી નૃત્ય સાથે ડાન્સ અને ગીત સંગીત પણ રહશે (5) ક્રુઝ બોટનું ભાડું 430 રૂપિયા રાખવામાં આવશે (6) ક્રુઝ બોટમાં જમવાનું અને નાસ્તાની સુવિધા પણ રહશે. નોંધનીય છે કે, 10 ઓક્ટોબરથી કેવડિયા ખાતે નિર્માણ પામેલા વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લા મુકવામાં આવ્યા હતા.