

દીપક પટેલ, નર્મદા : ગુજરાતમાં પ્રથમ સી પ્લેન (sea plane) અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર 3 ખાતે શરૂ થનાર છે. આગામી 31 ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે જેમાં તે તળાવ નંબર 3 પાસે સી પ્લેન માટે વોટર એરોડ્રામનું પૂર્ણતાના આરે છે.


નર્મદા ડેમના તળાવ નંબર 3 પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી 24 મીટર બાય 9 મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી 65 ટનનો ભાર લઈ શકે છે. સાથે તળાવના 3 કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે. જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે એક બે દિવસમા સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે.


31 મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી પણ હાજર રહેવાના છે. પીએમ મોદી 30 તારીખના રાત્રી રોકાણ કરવાના છે. જેથી કેવડિયા વિસ્તારને કોરોના ફ્રિ ઝોન બનાવવા આ વિસ્તરમાં પ્રવેશનારને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે. પોતાના આઈકાર્ડ સિવાય કોરોના નેગેટિવનું કાર્ડ પણ જરૂરી બની રહેશે. જેને લઈને કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. જોકે આ કામગીરીને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય 46 જેટલી ટીમો કામે લગાડી દીધી છે. અત્યાર સુધીમાં રોજના 3000 હજાર કોરોના ટેસ્ટ કરી દરેકને પીળા કલરનો એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે. જેની માત્ર 48 કલાકની વેલિડિટી હોઈ છે. જો 48 કલાક ઉપર થઈ જાય અને જેતે વ્યક્તિ ને sou પર નોકરી અથવા કોઈ કામ માટે આવવું હોઈ એને ફરી કોરોના ટેસ્ટ કરાવવો પડે છે.


ત્યારે મોદીના કાર્યક્રમમાં કોવીડ -19 નો ટેસ્ટ કરાવીને નેગેટિવ આવે તેઓને ફરજ સોંપવાની પી.એમ.ઓ અને સી.એમ.ઓ માંથી સૂચના હોય 18,000 લોકોના ટેસ્ટ કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે પણ 10,000 જેટલી કોરોના ટેસ્ટિંગની કીટો મંગાવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય ની તિલકવાડા અને ગરુડેશ્વર સહિતની 46 ટીમોએ ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જેમાં 17મી ઓક્ટોબરથી શરૂઆત કરી આજે 24મી ઓક્ટોબરના કુલ 4000 ટેસ્ટ કરાયા. જેમાં 70 કર્મચારીઓ પોઝિટિવ આવતા તેમને કોવીડ 19 હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે.