

આજે સરદાર વલ્લભભાઇ પટેલની (sardar vallabhbhai Patel) 145મી જન્મજયંતિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેવડિયા (Kevadia) ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી અને ત્યારબાદ જળ અર્પણ કરી નમન કર્યું. સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટરની મદદથી પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી. જે બાદ કેવડિયા ખાતે એકતા પરેડનું (National Unity Day Parade) આયોજન પણ કરવામાં આવ્યું હતું.


કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસની આ વખતે બીજી વખત ઉજવણી થઇ. દેશની એકમાત્ર એકતા નગરી કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાન નરેદ્ર મોદી ઉપસ્થિત રહી એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં ગુજરાત પોલીસે ફ્લેગ માર્ચ કર્યુ હતું.


આ સાથે પ્રથમવાર કેમલ અને હોર્સની એક એક પ્લાટુન એટલે કે 25 કેમલ અને 25 ઘોડા સાથે જવાનો પરેડમાં સામેલ થયા હતા.


BSF સાથે આ પરેડમાં CRPF,BSF,NSG,NDRF,ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો પણ જોડાયા હતા. 31 ઓક્ટોબરે દેશના નાગરિકો સુરક્ષા દળોની એકતા પરેડ વિવિધ માધ્યમો થકી લાઈવ નિહાળવામાં આવી હતી.


કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસની આ વખતે બીજી વખત ઉજવણી થઇ હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે 'એકતા શપથ' લેવડાવ્યા હતા.