દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂ રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા. સૌ પહેલા તેમણે નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તેમની સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુનું મહાનુભાવોએ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. (દીપક પટેલ, નર્મદા)
2/ 8
ઉપરાષ્ટ્રપતિનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી.
3/ 8
ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાતને લઈ કહ્યું કે, હું અહીં આવીને ખુશ છું, અને ભાવુક પણ છું. નાનપણથી જ સરદાર પટેલનો પ્રેમી છું. મારા મનમાં એવી ભાવના હતી કે ઈતિહાસે સરદાર સાથે પૂરતો ન્યાય નહોતો કર્યો જે મોદીજીએ યોગ્ય સ્થાન આપ્યું છે.
4/ 8
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સમગ્ર દેશના ગામેગામ અને ખેડૂતો સાથે એકત્ર કરવામાં આવેલા લોખંડથી બનેલું આ આ સ્ટેચ્યૂ ભવિષ્યનું વિજન છે.
5/ 8
ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના પ્રદર્શનનું પણ અવલોકન કર્યું.
6/ 8
ઉપરાષ્ટ્રપતિ નાયડૂ અને ગુજરાતના શિક્ષણ મંત્રીએ સાથે સરદાર પટેલ પર તૈયાર કરવામાં આવેલું ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન પણ જોયું.
7/ 8
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા અન્ય લોકો સાથે ઉપરાષ્ટ્રપતિએ હળવાશની પળો માણી.
8/ 8
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ જતી વખતે પણ ઉપરાષ્ટ્રપતિએ ત્યાં ફરવા આવેલા લોકો સાથે વાતચીત કરી.