દીપક પટેલ, કેવડિયાથી: ગુજરાતીઓ (Gujarati Touris) પોતાની વેપારકળા સાથે પ્રવાસનના શોખ માટે પણ જાણીતા છે. દેશ વિદેશમાં ગુજરાતના પ્રવાસીઓ મુલાકાતો કરે છે ત્યારે ગુજરાતીઓ ખાસ કરીને હાઉસ બોટમાં (House Boat) રોકાવા માટે કેરળ (Keral House Boat) અને કાશ્મીરનો (Kashmir House Boat) પ્રવાસ પણ કરતા હોય છે. જોકે, હવે ગુજરાતના પ્રવાસીઓને હાઉસ બોટની મજા માણવા માટે કેરળ કે કાશ્મીર ધક્કો ખાવાની જરૂર નહીં પડે. ગુજરાતના જ લોકપ્રિય પ્રવાસ સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાઉસ (House Boat at Statue of Unity Gujarat0 બોટની સુવિધા શરૂ થઈ ગઈ છે.
ઊનાળાના વેકેશન પહેલાં કેવડિયા ખાતે આ આકર્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગરમીથી ત્રસ્ત લોકને અહીંયા ઠંડકમાં મજા માણવાનો અવસર મળશે. જોકે, કેરળની હાઉસ બોટની મજા અલગ જ છે પરંતુ રાજ્યમાં પણ આ એક નવું આકર્ષણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેનો આ એક્સક્લુઝિવ અહેવાલ ન્યૂઝ18 ગુજરાતી દર્શકો અને વાંચકો માટે લઈને આવ્યું છે.