ગાંધીનગર: ગુજરાતમાં હાલ વરસાદનો ત્રીજો રાઉન્ડ (Gujarat rain season) ચાલી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ (Meteorological Department) તરફથી આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) આપવામાં આવી છે. પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ (Madhya Pradesh heavy rain)માં પણ સારો વરસાદ પડી રહ્યો હોવાથી નર્મદા ડેમ (Narmada Dam)ની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સરદાર સરોવર (Sardar Sarovar)ની સપાટીમાં દર કલાકે પાંચ સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી છે. પાણીની સપાટી હજુ પણ વધી શકે છે. મધ્ય પ્રદેશમાં સારા વરસાદને કારણે આ વખતે ડેમ સંપૂર્ણપણે ભરાઈ શકે છે. ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી 5.94 મીટર દૂર છે. (ફાઇલ તસવીર, Shutterstock)
સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ બારડોલીના હરિપુરાનો લૉ લેવલ કોઝવે ચાલુ સીઝનમાં છઠ્ઠી વખત પાણી ગરક થઈ ગયો છે. કોઝવે પાણીમાં ગરક થતા બીજી બાજુઆ આવેલા 12 જેટલા ગામો બારડોલીનાં મુખ્યમાર્ગથી સંપર્ક વિહોણા બન્યા છે.
રાજકોટ: શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવાયો હતો. માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, મવડી ચોકડી, ત્રિકોણ બાગ, જામનગર રોડ, નાના મૌવા સર્કલ, આનંદ બંગલા ચોક, ઢેબર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, વેલનાથ પરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સવારના 7 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં શહેરમાં 0.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો.