સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોવાની જવાબદારીઓનું વહન કરતા પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ સાથે ટીમ સ્પિરિટની ભાવના ઉદભવે તેવા શુભ આશય સાથે યોજાયેલી ડી.જી.પી. કપ 2022-23 અંતર્ગત રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ રેન્જ તેમજ રાજ્ય અનામત પોલીસ દળની ટીમના 16 તિરંદાજોએ ભાગ લીધો હતો.