

દીપક પટેલ, નર્મદા : કોરોનાના કેહેર વચ્ચે હાલ દેશવાસીઓ જીવી રહ્યા છે, દેશમાં 21 દિવસનું લોકડાઉન પણ અમલી બનાવાયું છે.અગાઉની જો વાત કરીએ તો પીએમ મોદીએ ડીઝીટલ ઇન્ડિયાનું સપનું સેવ્યું હતું અને દેશને ડીઝીટલાઈઝેશન તરફ વાળવા મોદીએ ઘણા પ્રયાસો કર્યા હતા.જેને પગલે લોકડાઉનના સમય ગાળામાં પણ લોકો ડીઝીટલ પેયમેન્ટના માધ્યમથી પૈસાની લેવડદેવડનો વ્યવહાર કરી રહ્યા છે.પણ લોકડાઉનમાં વ્યવહારિક પ્રસંગો પણ હવે ડીઝીટલ સ્વરૂપે થઈ રહ્યા હોવાનો એક પ્રસંગ હાલ નર્મદા જિલ્લાના રાજપીપળામાં બન્યો છે


વણિક સમાજ દ્વારા લોકડાઉન અને 144 નો અમલ થાય એ માટે ડીઝીટલ બેસણાનું આયોજન કરાયું હતું રાજપીપળામાં વણિક સમાજના મોભી ગિરીશચંદ્ર મોતીલાલ પરીખનું ગત 19/3/2020 ના રોજ 85 વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું હતું.હવે લોકડાઉન દરમિયાન 31/3/2020 ના રોજ એમનું બેસણું પણ આવતું હતું.વણિક સમાજના એ પરિવારજનોએ લોકો સાથે વ્યવહાર પણ સાચવવો હતો અને કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉન, સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવું હતું.


લોકો ફેસબુક લાઈવના માધ્યમથી ઘણા પ્રસંગો એક બીજા સાથે શેર કરતા હોય છે.ત્યારે એમણે પણ ફેસબુક અને વોટ્સએપને બેસણાના કાર્યક્રમ માટેનું માધ્યમ બનાવ્યું. 31મી માર્ચે બેસણાના દિવસે વણિક પરિવારે ફેસબુક લાઈવ અને વોટ્સ એપ વિડીયો કોલિંગ દ્વારા કરી ડીઝીટલ બેસણું


કોરોનાના કેહેર વચ્ચે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસિંગ પણ જાળવી રાખ્યું અને 144 ની કલમનો પણ ભંગ ન કર્યો.દરમિયાન ડીઝીટલ બેસણામાં જોડાયેલા લોકોએ વણિક પરિવારને દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી