

વિભૂ પટેલ, અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પહોંચવા માટે પરિવહન સેવા (Transportation service) સરળ બનાવવામાં આવી છે. બસ,ટ્રેન અને સી પ્લેનથી કેવડિયા (Kevadia) પહોંચી શકાશે. જોકે, સી પ્લેન અને બસનું ભાડું મોંઘું પડે તો ટ્રેનમાં (Train) માત્ર 120 રૂપિયામાં કેવડિયા પહોંચી શકાશે. કારણ કે, ટ્રેનમાં ત્રણ પ્રકારના કોચ છે. ચેરકાર અને વિસ્ટા ડોમનું ભાડું મોંઘું લાગે તો જનરલ કોચમાં પ્રવાસ કરી શકો છો. જનરલ કોચ પણ સુવિધાથી સજ્જ છે.


અમદાવાદ-કેવડિયા જનશાતાબ્દી ટ્રેન અમદાવાદથી રોજ ઉપડશે. 18 જાન્યુઆરીથી પ્રવાસીઓ માટે ટ્રેન શરૂ થશે. જેનું બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.


જનશાતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં 3 પ્રકારના કોચ છે. જેમાં ચેર કાર,વિસ્ટા ડોમ કોચ અને જનરલ કોચ રાખવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ કોચમાં ભાડું અલગ અલગ રાખવામાં આવ્યું છે. ચેર કારમાં 395 રૂપિયા ભાડુ હશે. તો વિસ્ટા ડોમ કોચમાં 885 રૂપિયા ભાડુ રાખવામાં આવ્યું છે અને જનરલ કોચમાં 120 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.


વિસ્ટા ડોમનું ભાડું 885 રૂપિયા રાખવામાં આવ્યું છે. વિસ્ટા ડોમ કોચ પણ વિશેષ છે. આરામદાયક 44 સીટ આ વિસ્ટા ડોમ કોચમાં હશે. વિસ્ટાડોમ કોચમાં સાઈડમાં, ઉપરની તરફ તેમજ પાછળના ભાગે લાંબા ટ્રાન્સપરન્ટ ગ્લાસ લગાવવામાં આવ્યા છે.