કેતન પટેલ, બારડોલી : સૌરાષ્ટ્રના એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં બદલાવ લાવવા દક્ષિણ ગુજરાતના એક ગામમાં જમીન ગણોતે લઈ 80 વીંઘામાં પામારોજા નામના ઘાસની ખેતી કરી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યા છેે.સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના દીણોદ ગામની સીમમાં સામાન્ય રીતે ખેડૂતો શેરડી, શાકભાજી અને બગાયતમાં કેરીની ખેતી કરે છે. પણ મૂળ સૌરાષ્ટ્રના જૂનાગઢના મહેન્દ્રભાઈ ખેડૂત પુત્ર છે. ખેતીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય, આધુનિક ખેતી કેવી રીતે કરી શકાય, તેમાંય ઓછા ખર્ચમા વધુ ફાયદો કેવી રીતે મળી શકેએ માટે મહેન્દ્રભાઈ ઉતરપ્રદેશના લખનોવ કૃષિ યુનિવર્સીટીની મુલાકાત લીધી.
પામારોજા ઘાસની ખેતી કેવી રીતે થાય કેવા પ્રકારની જમીનમાં થાય અને કઈ રીતે પ્રોસેસ કરી તેલ કાઢી શકાય. આ માટે લખનોવ કૃષિ યુનિવર્સીટીમાં ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના માંગરોલ તાલુકાના દિણોદ ગામે 80 વીંઘા જમીનમાં પામોરોજાની ખેતી કરી અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ ઘાસની તૈયાર થઇ જાય છે. બોઇલરમા તેની પ્રોસેસ કરી તેલ બનાવવામાં આવે છે.
પ્રગતિશીલ ખેડૂત, મહેન્દ્ર પટેલના જણાવ્યા પ્રમાણે, આ તેલ ઔષધી છે, અકસીર છે. હાથ પગના દુખાવા તેમજ કમરના દુખાવવામાં આ તેલનો ઓષધિ તરીકે ઉપયોગ થાય છે. ખાસ કરીને પોમારોજા ઘાસમાંથી નીકળતું સુંગધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુ, પરફ્યુમ, સેઈન્ટ તેમજ અન્ય વસ્તુમાં મોટા પાયે ઉપયોગમાં લેવાતી હોવાથી આ તેલની માંગ વધુ છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ખેડૂત છે જેણે પામારોજાની ખેતી કરી છે. આ પામારોજા નું બિયારણ કચ્છ રાપરથી મંગાવામાં આવ્યું હતું. આ ખેતી સરળ છે. એકવાર ખર્ચ કર્યા બાદ સાત વર્ષ સુધી ખર્ચ આવતો નથી. ઘાસ એકવાર કાપ્યા બાદ પૂન: ઘાસ ઉગી જાય છે. અતિવૃસ્ટી હોય કે જંગલી ભૂંડ કે ઢોરોથી આ ઘાસને નુકશાન થતું નથી. પરંતુ આ ઘાસમાંથી નીકળતું કિંમતી તેલ 1 કિલો 2500 થી 2700 રૂપિયા ભાવ મળે છે.
મુલાકાતી ખેડૂત , જયેશ પટેલના જણાવ્યા પ્રમાણે, સૌથી મહત્વની બાબત એ છે કે, આ ઘાસ પ્રોસેસ કર્યા બાદ જે વેસ્ટ બચે છે. જેને ઇંધણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. મહત્વની બાબત એ છે કે, આ પામારોજાની ખેતીમાં ઓછા પાણીમાં અને એકવાર ઘાસ તૈયાર થઇ જાય પછી સાત વર્ષ સુધી આ પાક આપમેળે ઉગે છે. એટલે માવજત કરવી પડતી નથી. પણ આ ઘાસમાંથી નીકળતા તેલની માંગ દેશ અને વિદેશમાં હોવાથી ખેડૂત પોતાના ફાર્મ પરથી તેલ વેચી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
ખાસ કરીને ભારે વરસાદ કે માવઠાની અસર પણ થતી નથી એટલે અન્ય પાક કરતા આ ઘાસની ખેતી સુરક્ષિત અને લાખોની આવક રડી આપતી ખેતી છે. સૌરાષ્ટના આ ખેડૂતે દક્ષિણ ગુજરાતના સુરતના એક ગામમાં આ ઘાસની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. અન્ય ખેડૂતો પણ આ ખેતી જોવા આવી રહ્યા છે ત્યારે સમયની સાથે ખેતીમાં બદલાવ અને આધુનિક ખેતી કરવું જરૂરી બન્યું છે.