Home » photogallery » south-gujarat » સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

Surat Crime: એજન્ટ અને તેના સાઢુભાઈ વચ્ચે બીટકોઈન બાબતે માથાકૂટ ચાલતી હતી. સાઢુભાઈએ રૂપિયા પડાવવા નકલી સીબીઆઈ ઓફિસર મોકલી અપહરણ કરાવ્યું.

विज्ञापन

  • 15

    સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

    કિર્તેશ પટેલ, સુરત: શહેરના (Surat) સરથાણા વિસ્તારમાં બીટકોઈનની લેતીદેતી મામલે બે સાઢુંભાઈ વચ્ચે કેટલાય સમયથી માથાકૂટ ચાલતી હતી. જેમાં કેટલાક નકલી સીબીઆઈ ઓફિસર (CIB Officer) બનીને ટુર એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ દિપક વઘાસિયાનું અપહરણ (Kidnapping) કર્યા બાદ દમદાટી મારી છોડી મૂક્યો હતો. જે મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા સમગ્ર તપાસ ડીસીબી પોલીસને સોંપવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 25

    સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

    સુરતના સરથાણા જકાતનાકા પાસે ગોકુલ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં શનિવારે કેટલાક શખ્સોએ સીબીઆઈના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી એજન્ટ દિપક વઘાસિયા અને તેના મિત્રનું કારમાં અપહરણ કરી ગયા હતા. અપહરણકર્તાઓ બંને યુવકોને ડુમસ રોડની રાજહંસ બેલીજામાં એ બિલ્ડિંગમાં લઈ ગયા હતા. જ્યાં 4 સીબીઆઈના બની બેઠેલા ઓફિસરો સાથે ટ્રાવેલ્સ એજન્ટનો સગો સાઢુભાઈ અને તેનો ભાઈ સહિત 7 જણા સામેલ હતા.

    MORE
    GALLERIES

  • 35

    સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

    એજન્ટનો તેના સાઢુભાઈ સાથે બીટકોઇનના કરોડો રૂપિયાની લેતીદેતી બાબતે માથાકૂટ ચાલી રહી છે. જેને લઈને સાઢુભાઈએ રૂપિયા પડાવવા માટે નકલી સીબીઆઈના ઓફિસરોને લાવી એજન્ટ અને તેના મિત્રને ધમકાવ્યા હતા. આ ઘટનામાં એજન્ટના ભત્રીજાએ 100 નંબર પર પોલીસ કંટ્રોલરૂમને અપહરણ બાબતે જાણ કરી હતી. આથી સરથાણા પોલીસ એજન્ટની ઓફિસે દોડી આવી હતી. પોલીસે એજન્ટ દીપક વધાસીયા અને તેના મિત્ર વિપુલ ગોદાણીના મોબાઇલ સંપર્ક કરવાની કોશિશ કરી.

    MORE
    GALLERIES

  • 45

    સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

    જોકે, બંને મોબાઇલ બંધ આવતો હતો અને ત્યારબાદ દિપક વઘાસિયાને ધાક ધમકી આપી છોડી મુકવામાં આવ્યો હતો અને જે મામલે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને બનાવની હકીકત ગંભીર હોવાના કારણે સમગ્ર તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 55

    સુરત: કરોડો રૂપિયાની લેતીદેતીમાં નકલી CBI ઓફિસરે ટ્રાવેલ એજન્ટનું કર્યું અપહરણ, ઘટના સીસીટીવીમાં કેદ

    જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, સીબીઆઈના બની બેસેલા ઓફિસરો અમે ગુનેગારો સીસીટીવી કેમેરામાં નજરે ચડે છે. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

    MORE
    GALLERIES