કેતન પટેલ, સાપુતારાઃ કુદરતી સૌદર્યથી (natural beauty) ભરપુર એવા ડાંગ જિલ્લામાં (Dang jillo) આવેલા ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા (saputara) ખાતે ચોમાસાની શરૂઆત થતા જ લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડે છે. એમાં પણ લોકડાઉનમાં (lockdown) ઘરે બેસીને કંટાળી ગયેલા લોકોને છૂટ મળતાં સાપુતારા પહોંચી જતા સાપુતારા પ્રવાસીઓથી (Tourists) ઉભરાયું હતું. ગુજરાતનું (Gujarat) ચેરાપુજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની (Monsoon) સિઝનમાં ફરવાની કઈક અલગ જ મજા છે. અને લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે માત્ર એક વરસાદની રાહ જોતા હોય છે.
પાનખરમાં પોતાની સુંદરતા ગુમાવી બેસેલા મોટા પર્વતોથી અને ગીચ જંગલમાં પ્રથમ વરસાદથીજ નદીનાળાઓમાં નવા નીરની આવક થઈ જાય છે અને વૃક્ષો લીલાછમ થઈ જાય છે. વરસતા વરસાદને કારણે રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ઝરણા પણ જોવા મળે છે. ત્યારે આ આહલાદક દ્રશ્યને લોકો પોતાના કેમેરા તેમજ મોબાઈલમાં કંડારવાનુ વધુ પસંદ કરતા હોય છે. જેના માટે ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલ બોટાનીકલ ગાર્ડન થી શરૂ કરી સાપુતારા સુધીની સફર લોકોના મનને પ્રફુલ્લિત કરી નાખે છે.
સુરતના લોકો 2 મહિના્થી ઘરે લોકડાઉનમાં ફસાયેલ હતા જેઓને લોકડાઉનમાં છૂટ મળી અને સાપુતારામાં પણ પેરાગ્લાઇડિંગ, ટેબલ પોઇન્ટ, સનરાઈઝ પોઇન્ટ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા એટલે લોકો શહેરની બંધિયાર જિંદગીથી કંટાળી પ્રકૃતિએ વિખેરેલા સૌંદર્યને માણવા ડાંગ જિલ્લાના પ્રવાસે નીકળી પડ્યા હતા, જેને કારણે લોકડાઉનમાં સુમસામ ભાસતા સાપુતારામાં પણ સહેલાણીઓ ગુંજ સાંભળવા મળી હતી.
સ્થાનિક વેપારીઓ ને પણ રોજીરોટી મેળવવાની તક ઉભી થઇ હતી. શનિ અને રવિવારની રજા માં ઉમેટી પડેલ સુરતીલાલા ઓ કોરોના ના ડર ને ભુલાવી સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યને માણતા નજરે પડ્યા હતા. છેલ્લા એક વર્ષમાં કોરોનાએ હોટેલ ઉદ્યોગ ને ખૂબ નુકશાન પહોચાડ્યું છે. લાખો રૂપિયાની ખોટ બાદ પ્રવાસન સ્થળો ખુલે તેની આશા રાખીને બેઠેલા હોટેલ સંચાલકો પણ સાપુતારામાં ઉમટી પડેલી ભીડ જોઈને ખૂબ ખુશ થયા હતા, અને મરણ પથારીએ પડેલ હોટેલ ઉદ્યોગને નવો ઓક્સિજન મળ્યો હોય તેવો આનંદ અનુભવતા જોવા મળ્યા હતા.
સાપુતારાની જાણીતી શિલ્પી હોટેલના મેનેજરે કહ્યું હતું કે સાપુતારામાં હાલ માત્ર બોટિંગને મંજૂરી આપવાની બાકી છે એ સિવાય તમામ પોઇન્ટ્સ ખુલી જતા રાહત મળી છે. સાપુતારામાં તમામ પોઇન્ટ ખૂલ્લા મુકાયા છે જોકે અહીંયા વહીવટી તંત્રની બેદરકારી જોવા મળી હતી. એકપણ પોઇન્ટ ઉપર પોલીસ કે સુરક્ષા કર્મી જોવા મળ્યા નહતા, જેના કારણે માસ્કના નિયમો ભુલાયા હતા. અને પ્રતિબંધિત એવા સુસાઈટ પોઇન્ટ પર જઈને લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.