હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર બેટિંગ શરૂ થઇ છે. તેમાં પણ ડાંગ જિલ્લામાં અલ્હાદક વરસાદી માહોલ બન્યો છે.
2/ 7
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે.
3/ 7
સાપુતારામાં હાલ વરસાદી માહોલ છે. છેલ્લા 12 કલાકમાં આહવામાં 40 મિમી, વઘઇમાં 168 મિમી, સુબિરમાં 28 મિમી અને સાપુતારામાં 72 મિમી વરસાદ નોંધાયો છે.
4/ 7
અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
5/ 7
અહીં ડુંગરો અને કોતરોમાંથી નીકળતાં ઝરણાં રળિયામણાં લાગે છે, પરંતુ વરસાદ પડતાં ડાંગમાં બિલાડીના ટોપની જેમ નાનાં નાનાં ઝરણાં ફૂટી નીકળે છે.
6/ 7
એ બધામાં સર્વશ્રેષ્ઠ ગિરાધોધ જોઈને સહેલાણીઓ ખુશ થઈ જાય છે. અંબિકા નદી આગળ જતાં ગિરાધોધનું સ્વરૂપ લે છે. ડાંગમાં ગીરમાળ, મોના વગેરે મળીને નાના-મોટા 50થી પણ વધારે ધોધ છે
7/ 7
ડાંગમાં ગીરમાળ, મોના વગેરે મળીને નાના-મોટા 50થી પણ વધારે ધોધ છે