Home » photogallery » south-gujarat » ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

રાજ્યમાં કોરોનાનો આંક ડાંગ જિલ્લામાં ઓછામાં ઓછો (lowest corona infection) છે.

  • 14

    ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

    રાજ્યમાં (Gujarat) બુધવારે 7 ઑક્ટોબરે કોરોના વાયરસના (Coronavirus) 1311 નવા પોઝિટિવ કેસ (Positive cases) નોંધાયા છે. બુધવારનાં આંકડા પ્રમાણે, અમદાવાદમાં ચાર અને સુરતમાં ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસોનો આંક 1,46,673 થયો છે અને કુલ મૃત્યુઆંક 3531 થયો છે. ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3531 છે. ત્યારે ડાંગ (Dang) જિલ્લામાં હજી સુધી કોરોના વાયરસને કારણે એકપણ મોત સામે આવ્યું નથી. રાજ્યમાં કોરોનાનો આંક ડાંગ જિલ્લામાં ઓછામાં ઓછો (lowest corona infection) છે. ત્યાં અત્યાર સુધીમાં કુલ 107 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

    ડાંગ જિલ્લાની વાત કરીએ બુધવારે કોરોના સંક્રમણનો એક કેસ નોંધાયો હતો. તો હાલમાં કોરોનાના 15 એક્ટિવ કેસ છે જ્યાપે 92 લોકો કોરોનાના સંક્રમણથી સાજા થયા છે. જ્યારે કુલ કેસની સંખ્યા 107 છે. મહત્વનું છે કે, મંગળવારે પણ અહીં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આહવા સરદાર માર્કેટમાં 55 વર્ષીય મહિલાનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ તેમજ સરકારી તંત્ર સંક્રમિત દર્દીના ઘરે પહોંચીને સંક્રમિત તેમજ તેના સગાસંબંધીઓને આરોગ્ય ચકાસણી કરી હતી. પોઝિટિવ વ્યક્તિને આહવાની કોરોના કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

    રાજ્યમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો આજે સુરતમાં 280, અમદાવાદમાં 188, રાજકોટમાં 134, વડોદરામાં 124 અને જામનગરમાં 93 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 44

    ગુજરાતમાં ડાંગ જિલ્લામાં છે સૌથી ઓછું કોરોના સંક્રમણ, હજુ સુધી નથી થયું એકપણ મોત

    આ સાથે મહેસાણામાં 53, ગાંધીનગરમાં 50, જૂનાગઢમાં 39, અમરેલીમાં 33, બનાસકાંઠામાં 33, કચ્છમાં 27, ભાવનગરમાં 27 અને પાટણમાં 25 કેસ નોંધાયા છે. મૃત્યુઆંકની વાત કરીએ તો અમદાવાદમાં ચાર, સુરતમાં ત્રણ, મહેસાણામાં એક અને વડોદરમાં એક કોરના દર્દીનું મૃત્યુ થયું છે. અત્યારસુધીમાં કુલ મૃત્યુની સંખ્યા 3531 થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES