કેતન પટેલ, ડાંગઃ સામાન્ય બાબત કે પૈસાની લેતીદેતીમાં વ્યક્તીઓ વચ્ચે ઝઘડાઓ (fight for money) થવા સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક આ ઝઘડાઓ ઉગ્ર બનતા લોહીયાળ સ્વરૂપ ધારણ કરતા હોય છે. આવી જ એક ઘટના ડાંગ જિલ્લાના (Dang jilla) આહવામાં બની હતી. અહીં એક ચિકનની દુકાન (Chicken shop) ઉપર પૈસાની લેતીદેતીમાં દુકાનદાર સહિત ત્રણ લોકો ઉપર અન્ય લોકોએ કુહાડી વડે હુમલો (attack with ax on Shopkeeper) કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ દુકાનદારનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા.