ડાંગ: રાજ્યમાં હવે ધીમે ધીમે પ્રવાસનો સ્થળોને અનલોક (Unlock) અંતર્ગત ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. જોકે, આ માટે પ્રવાસીઓએ નક્કી કરેલી માર્ગદર્શિકા (Corona Guideline)નું પાલન કરવું ફરજિયાત છે. ગિરિમથક સાપુતારા (Tourist Destination Saputara)ખાતે અનલોક પાંચ અંતર્ગત પ્રવાસી સ્થળોને ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. બોટિંગ, ટેબલ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ સહિત જોવાલાયક સ્થળોને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. સરકારી ગાઈડલાઇન પ્રમાણે આ પ્રવાસન સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન સ્થળો ખોલી દેવામાં આવતા સહેલાણીઓમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.