અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના અંકલેશ્વમાં (Ankleshwar) આવેલી ફાયનાન્સ કંપની ઇન્ડિયા ઇન્ફૉલાઇનમાં (Inida Infoline) કરોડો રૂપિયાના સોનાના દાગીની લૂંટ થઈ છે. આ લૂંટની ઘટના આજે બપોર ઘટી જ્યારે એકાએક ઑફિસની અંદર કેટલાક લૂંટારૂઓ બંદૂક અને ચાકુ લઈને ઘુસી આવ્યા હતા. ઑફિસના સ્ટાફને તેમણે બંદૂકની અણીએ ધમકાવી અને દાગીના લૂંટી લીધા હતા. જોકે, આ લૂંટના દૃશ્યો cctvમાં કેદ થઈ ગયા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.