ધર્મ ડેસ્ક: આપણી કુંડળી પર દરેક ગ્રહની શુભ-અશુભ અસર પડતી જ હોય છે જે જીવનમાં દરેક પગલે અસર છોડે છે. જો કુંડળીમાં શુભ ગ્રહ દશા ચાલતી હોય તો વ્યક્તિનું ભાગ્ય જોરમાં હોય છે. તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેને મન ગમતી વ્યક્તિ વસ્તુઓ અને જોબ મળે છે. જ્યારે ગ્રહોની દશા વિપરીત હોય તો તે બનતા કામ પણ બગાડી દે છે. દશા અશુભ બને તો વ્યક્તિ સતત મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. કુંડળીની અનુકૂળ અને પ્રતિકૂળ દશઆ વ્યક્તિનાં જીવનની સાથે જ બને છે. ત્યારે આપણાં જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીનાં દોષોને દૂર કરવા માટેનાં કેટલાંક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે જે આપને દોષ મુજબ ધ્યાન રાખવાનાં રહે છે જે આપનાં ગ્રહ દોષ સમયે કારગાર સાબિત થશે.

કુંડળીમાં જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિનું માન-સન્માન ઘટે છે તે કાયદાકીય મામલામાં ફસાઈ જાય છે. સૂર્યનાં તેના ખરાબ પ્રભાવથી બચવા માટે દરરોજ સૂર્યને જળ અર્પણ કરો. સાથે જ ઓમ સૂર્યાય નમ:નો જાપ કરો. આપ સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો

કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે મંગળવારના રોજ હનુમાનજીની ઉપાસના કરી સુંદરકાંડનાં પાઠ કરવા જોઇએ. મંગળ નબળો હોય તો વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ પરેશાન રહે છે.

જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો ગણેશજીની પૂજા કરીને ઓમ ગણેશાય નમ: નો જાપ કરવો જોઇએ. બુધ દોષને કારણે વ્યક્તિને નિર્ણય લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને તે ખોટો નિર્ણય લઈ લે છે.

જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ.

કુંડળીમાં શુક્રની સ્થિતિ ખરાબ હોય તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે ચોખાનું દાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ. શુક્ર દોષ લગ્ન જીવનમાં તણાવ પેદા કરે છે.

કુંડળીમાં શનિની ખરાબ સ્થિતિ હોય તો દર શનિવારના રોજ પીપળના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઇએ તેમજ તેની નીચે રાઈના તેલના દીપ પ્રગટાવવાં જોઇએ. શનિની ખરાબ સ્થિતિના કારણે વ્યક્તિના બધા જ કામો અટવાઈ જાય છે.

કુંડળીમાં શનિની ખરાબ સ્થિતિ હોય તો દર શનિવારના રોજ પીપળના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઇએ તેમજ તેની નીચે રાઈના તેલના દીપ પ્રગટાવવાં જોઇએ. શનિની ખરાબ સ્થિતિના કારણે વ્યક્તિના બધા જ કામો અટવાઈ જાય છે.