'હા, મુખ્યમંત્રીએ મારી સાથે શારીરિક સંબંધ રાખ્યા હતા'
સોલર કૌભાંડની મુખ્ય આરોપી સરિતા નાયરે કેરલના મુખ્યમંત્રી ઓમન ચાંડી સામે ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, સીએમએ તેણીનો શારીરિક ઉપયોગ કર્યો હતો. સરિતાએ અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી છે. આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા ભાજપે આને મુદ્દો બનાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી છે. અહીં નોંધનિય છે કે, 2013માં પોલીસ ધરપકડ દરમિયાન સરિતાએ એક ન્યૂઝ ચેનલને પત્ર લખ્યો હતો. જેમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કોઇ વ્યક્તિએ એની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

સરિતાએ દાવો કર્યો કે સમગ્ર ઘટના મુખ્યમંત્રીના તિરૂવનંતપુરમવાળા ઘરમાં ઘટી હતી અને એ દિવસે તે ઘૂંટણના દર્દને કારણે કોઇને મળ્યા ન હતા.

સરિતાએ કહ્યું કે, રૂમમાં કેટલીક ખુરશીઓ અને એક બેડ હતો. એ દિવસે મરિયમ્મા મેડમ પણ હાજર હતા. અમે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મને કહેવાયું કે એમની તબિયત ખરાબ થવાને કારણે મુખ્યમંત્રી કોઇ કાર્યક્રમમાં ભાગ નહીં લે. એ બાદ તેમણે રૂમમાં હાજર તમામને બહાર જવાનું કહ્યું હતું અને મને એકાંતમાં વાત કરવાનું કહ્યું હતું. સરિતાએ આ પણ કહ્યું હતું કે, આ મામલો એમની સરકારને પણ પ્રભાવિત કરી શકે એમ છે.

રાજકીય ગરમાગરમી વચ્ચે મુખ્યમંત્રીએ આ તમામ આરોપોને ચૂંટણી ષડયંત્ર કહીને ખોટા ગણાવ્યા છે. એમના અનુસાર એમને બદનામ કરવાનો આ પ્રયાસ છે અને એમની પર લાગેલા તમામ આરોપ બેબુનિયાદ છે.