વર્ષ 2019 ગ્રહણ સાથે જ સમાપ્ત થશે. 26 ડિસેમ્બરનાં સૂર્ય ગ્રહણ લાગશે આ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે. આ પહેલાં 6 જાન્યુઆરીનાં રોજ પહેલું અને 2 જુલાઇનાં રોજ બીજુ સૂર્યગ્રહણ લાગ્યું હતું. હવે 26 ડિસેમ્બરનાં લાગનારું સૂર્ય ગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ છે. જે ભારતમાં દેખાઇ દેશે. ગત સૂર્યગ્રહણ ભારતમાં દેખાયા ન હતાં. ભારતમાં ગ્રહણ હોવાથી સૂતકનો પ્રભાવ આ વખતે રહેશે ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ તેનું મોટું મહત્વ છે.

સૂર્ય ગ્રહણ 26 ડિસેમ્બર 2019- 26 ડિસેમ્બર 2019નાં રોજ દેખાનારું સૂર્ય ગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ હશે. આ સૂર્ય ગ્રહણ ગુરુવારનાં દિવસે પોષ મહિનાની અમાસની સવારે 08:17 વાગ્યાથી લઇને 10:57 વાગ્યા સુધી દેખાશે.

વર્ષ 2019 ગ્રહણ સાથે જ સમાપ્ત થશે. 26 ડિસેમ્બરનાં સૂર્ય ગ્રહણ લાગશે આ વર્ષનું ત્રીજુ ગ્રહણ છે. આ પહેલાં 6 જાન્યુઆરીનાં રોજ પહેલું અને 2 જુલાઇનાં રોજ બીજુ સૂર્યગ્રહણ લાગ્યું હતું. હવે 26 ડિસેમ્બરનાં લાગનારું સૂર્ય ગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ છે. જે ભારતમાં દેખાઇ દેશે. ગત સૂર્યગ્રહણ ભારતમાં દેખાયા ન હતાં. ભારતમાં ગ્રહણ હોવાથી સૂતકનો પ્રભાવ આ વખતે રહેશે ધર્મ અને જ્યોતિષની દ્રષ્ટિએ તેનું મોટું મહત્વ છે.

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ- સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાને કારણે સૂતકની અસર રહેશે. સૂતકનો સમય ગ્રહણનાં એક દિવસ પહેલાં જ શરૂ થઇ જશે. સૂતક 25 ડિસેમ્બર સાંજે 5.33 વાગ્યાથી શરૂ થશે જે બીજા દિવસે સવારે 10.57 વાગે સૂર્ય ગ્રહણની સમાપ્તિ બાદ પૂર્ણ થશે.

સૂતકનું મહત્વ- ગ્રહણમાં સૂતકનું વિશેષ મહત્વ હોય છે. હિન્દૂ ધર્મ અનુસાર સૂતક લાગવા પર ઘણાં પ્રકારનાં કાર્ય કરવામાં આવતા નથી. સૂતકનો સમય અશુભ માનવામાં આવે છે.

ગ્રહણ કાળમાં શું કરવું? -ગ્રહણ સમયે ભગવાનનું ધ્યાન અને ભજન કરવું -મંત્રોનું ઉચ્ચારણ કરવું -ગ્રહણ સમાપ્તિ બાદ ઘર પર ગંગાજળ છાંટવું -ગ્રહણ દરમિયાન કંઇ જ ખાવું પીવું નહીં. -ઘરનાં પવિત્ર સ્થળ જેમ કે મંદિર અને અનાજનાં ભંડારમાં દર્ભ મુકવો. જેથી તે શુદ્ધ રહે.