

થોડા થોડા દિવસના અંતરે કોઈને કોઈ સ્ટાર કિડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ રિયાલીટી શો બિગબોસની વિનર શ્વેતા તિવારીની 19 વર્ષીય દીકરી ખુબ ચર્ચામાં આવી ગઈ છે. શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે. પલકે નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોતા લોકો કહી રહ્યા છે કે ટુંક સમયમાં પલક પણ બોલિવુડમાં લોન્ચ કરવા તૈયાર થઈ ગઈ છે.


પલકે પિંક કલરના શિમર ટ્યૂબ ટોપમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ દરમ્યાન પલક સિજલિંગ પોઝ આપતી દેખાઈ રહી છે. પલકે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઈ રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલીએ સેલિબ્રિટી પણ પલકના ગ્લેમરસ અવતારના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.


પલકનો આ બોલ્ડ અવતાર જોઈ સોશિયલ મીડિયા પર તેના ફેનમાં વધારો થઈ રહ્યો છે. પલકની ફેન ફોલોઈંગ પણ કોઈ સુપર સ્ટાર કરતા ઓછી નથી. પલકને જોતા દરેક કોઈ કહી રહ્યા છે કે તે તેની મા જેવી દેખાઈ રહી છે.


એવામાં સમાચાર આવ્યા હતા કે, પલક તિવારીને કસોટી જિંદગી કી 2માં પ્રેરણાની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. જોકે, બાદમાં એકતાએ આ વાતની ના પાડી હતા. તમને જણાવી દઈએ કે, શ્વેતા તિવારી પ્રેરણાનો રોલ નિભાવી ચુકી છે.