

મેષઃ આજે ચંદ્રમા તમારી રાશિથી સાતમા ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે બહુ સકારાત્મક રહેશે. આજે તમે જીવનનાં કેટલાંય ક્ષેત્રોમાં સારી પ્રગતિ કરશો. તમારા બધા પ્રયાસો બહુ મહત્વપૂર્ણ લક્ષ્યોની દિશામાં રહેશે અને આને કારણે તમે દિવસભર વ્યસ્ત રહેશો. આજે તમારે દિવસ દરમિયાન ભાગદોડ વધુ કરવાની રહેશે. વાસ્તવમાં તમે આજે એક નવી દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરશો. આ બાબત તમારા નોકરી-ધંધા અને પ્રેમ-સંબંધની હોઈ શકે છે. આજે તમારી વાણીના જોરે તમારું કામ કઢાવવામાં પૂરી સફળતા મળશે, આમાં તમારા મિત્રો મદદગાર થશે, પણ તમારે તમારો અહંકારનો ત્યાગ કરવાનો રહેશે. તેમની સલાહ તમને ઉપયોગી નીવડશે. પ્રેમીઓ તેમના લગ્ન માટે પ્રયાસ કરશે. આજે તમારે વાહનથી બહુ સંભાળવું પડશે. જીવનસાથી સાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે, એકબીજાની વાત કહ્યા વગર સમજી જશો. અવિવાહિતોને લગ્નનો પ્રસ્તાવ મળશે. ઓફિસમાં તમારે કામનો બોજ વધુ રહેશે, પણ એમાં સફળતા વધુ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને દિવસભર તમે આનંદ-ઉત્સાહમાં રહેશો.


વૃષભઃ આજે ચંદ્રમા તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં રહેશે. બે વધુ ગ્રહ- શુક્ર અને ગુરુ પણ એની સાથે છે. છઠ્ઠા ભાવમાં ત્રણ ગ્રહોનું ગઠબંધનથી આજે તમારે સાવધાન રહેવું પડશે. આજે તમારે કોઈ પણ મહત્વનો નિર્ણય બહુ સમજીવિચારીને લેવો પડશે. તમને તમારા નજીકના સંબંધીઓ સાથે થોડું ઘર્ષણનો અનુભવ થઈ શકે છે. આજે કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે કઠિન રહેશે, તમે ખોટી દિશામાં આગળ વધી શકો છો. અગર તમે તમારાં હિતોને વધુ મહત્વ આપો છો તો તમારી મનની શાંતિ અને સંબંધોમાં વધુ નુકસાન થઈ શકે છે. આજે તમે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેતા. પ્રેમ-સંબંધમાં સુધારો લાવવામાં સફળતા મળશે, પણ દાંપત્યજીવન અને પારિવારિક શાંતિમાં પણ થોડી સમસ્યા રહેશે. આજે તમારે દલીલ અને વાદ-વિવાદથી દૂર રહેવાનું રહેશે. તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે. નોકરીમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘડી ઘડી થાકી જશો અને માથામાં દુખાવો રહેશે.


મિથુનઃ ત્રણ ગ્રહોનું ગઠબંધન તમારી રાશિમાં પાંચમા ભાવમાં છે. આજે તમારું મન અલગ અલગ પ્રકારનાં તણાવો, આશંકાઓ અને કોઈ ને કોઈ ભયથી ઘેરાઈ જશે. તમને તમારા ભવિષ્યને લઈ ચિંતા રહેશે. આજનો દિવસ તમારે બહુ દ્યૈર્ય અને શાંતિથી વિતાવવો પડશે. સહજ રહેશો અને જે થઈ રહ્યું છે એને થવા દેજો. આજે તમને થોડી નબળાઈ પણ રહેશે. આજે તમારા પ્રેમી અથવા જીવનસાથી રિસાઈ ગયા હોય, ઉદાસ હોય તો તેમને પ્રેમથી જીતવાની, મનાવવાની તમારે કોશિશ કરવાની રહેશે. તમારી જીદ અને તણાવોનો બોજ તેમના પણ ન નાખશો. તેમની સાથે શાંતિ અને વિનમ્રતાથી વાત કરજો. તમે આજે ખર્ચ વધુ કરશો. દિવસભર તમે પૈસાની સ્થિતિને લઈ ચિંતિત રહેશો. આજે તમારે બચત કરેલાં નાણાં ખર્ચવાં પડશે. નોકરીમાં તમારે કેટલીક કઠિનાઈનો સામનો કરવો પડશે. આજે તમારું સ્વાસ્થ્ય માનસિક તણાવ, થાક અને બેચેનીથી પ્રભાવિત થશે. તમારે તમારા બ્લડ-પ્રેશર પર આજે ધ્યાન આપવું પડશે.


કર્કઃ આજે ચંદ્રમા તમારી રાશિથી ચોથા ભાવમાં છે. આજનો દિવસ તમારા માટે તમારી ભાવનાત્મક સ્થિતિ, વ્યક્તિગત અને વ્યક્તિગત સંબંધોની દષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે. ઘરની અંદર તેમ જ બહાર તમારે કોઈ પણ વાત કરતી વખતે બહુ સાવધાની રાખવી પડશે. તમારે આજે દિવસ દરમિયાન દ્યૈર્ય રાખવાનું રહેશે. આજે તમારાં કાર્યોમાં વિલંબ થઈ શકે છે. મનમાં આવતા નિરાશાનજક વિચારો પર નિયંત્રણ રાખજો. તમારે અચાનક કોઈ પ્રવાસ કરવાનો આવશે. પરિવારમાં આજે કોઈ વાતે થોડો વિવાદ થઈ શકે છે. જીવનસાથી સાથે તમારો વ્યવહાર સારો રહેશે તો તમે પ્રસન્ન વધુ દેખાશો. નોકરીમાં આજે તમને કામનો બોજ થોડો વધુ રહેશે. કોઈ પણ કામમાં તમારે સાવધાની રાખવાની રહેશે. આજે તમને થાક, બેચેની વધુ રહેશે. આંખોમાં કોઈ સમસ્યા થઈ શકે છે.


સિંહઃ આજે ચંદ્રમા તમારી રાશિથી પરાક્રમ ભાવમાં રહેશે. આજનો દિવસ તમારા માટે બહુ સારો રહેશે. આજે તમને તમારા દરેક પ્રયાસમાં મનોવાંછિત સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન અથવા પગારવધારાની શક્યતા છે. આજે તમને નસીબનો સાથ સારો મળશે. પૈસાના ક્ષેત્રમાં તમને આજે ભાગ્યશાળી સાબિત થશો. તમને ધનલાભ થઈ શકે છે, સાથે રોકાણની કોઈ સારી તક મળી શકે છે. આજે તમારું આકર્ષણ ચરમસીમાએ રહેશે, કોઈ વ્યક્તિ તમારાથી આકર્ષાઈ તમારી સાથે વાત કરવાની કોશિશ કરશે. જીવનસાથી તમારા પર મુગ્ધ થઈ શકે છે. તમારું દાંપત્યજીવન સુખી અને આનંદમાં રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું અને સ્ફૂર્તિવાળું રહેશે.


કન્યાઃ આજે ચંદ્રમા તમારી રાશિથી બીજા ભાવમાં રહેશે અને ધન ભાવમાં ત્રણ ગ્રહો એકસાથે હોવું બહુ સકારાત્મક માનવામાં નથી આવતું. આજે તમે કોઈ મોટો નિર્ણય ન લેતા. તમારે તમા્રી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પર આજે નિયંત્રણ અને દ્યૈર્ય રાખવાનું રહેશે. તમને તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તક મળી શકે છે. જીવનસાથી સાથે બહુ શાંતિ અને દ્યૈર્યથી કામ લેવાનું રહેશે. તમારો સાથી તમારાથી નારાજ થઈ શકે છે, તેમનું સ્વાસ્થ્ય પણ નબળું રહેશે. તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે. તમારી આવક વધુ રહેશે, એની સાથે સાથે ખર્ચ પણ વધુ રહેશે. તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે, શર્દી-તાવની સમસ્યા થઈ શકે છે.


તુલાઃ ત્રણ ગ્રહો આજે તમારી રાશિમાં છે. આજનો દિવસ તમારા માટે એકંદરે સહજ અને સામાન્ય રહેશે. આજે તમે શાંત રહેવાની કોશિશ કરજો અને કોઈ મોટો નિર્ણય ન લેતા. આજે કોઈ પણ વાત કરતાં પહેલાં તમારે ઊંડો વિચાર કરવાનો રહેશે, નહિતર તમે વિવાદમાં ફસાઈ જશો. તમે આજે ધાર્મિક કાર્યો અથવા બીજાની મદદ કરશો તો તમને શાંતિ અને આનંદ વધુ મળશે. જીવનસાથી સાથે આજે થોડો અણબનાવ રહી શકે છે. તમારે તમારી વાણી અને વ્યવહાર પર આજે નિયંત્રણ રાખવાનું રહેશે. તમારી બેદરકારીને કારણે આજે તમને પૈસાનું નુકસાન થઈ શકે છે. નોકરીમાં તમારો આજનો દિવસ સારો જશે. જરૂરથી વધુ ભોજન ન લેશો. હવામાનની તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.


વૃશ્ચિકઃ આજનો દિવસ તમારે માટે બહુ શાંતિથી પસાર કરવાનો છે. તમને દિવસ દરમિયાન પરેશાન રહેશો. આજે દિવસ દરમિયાન તમારો મૂડ ઘડી ઘડી ખરાબ થઈ શકે છે. અગર તમે અતીતના વિચારો કરશો તો તમારા મન પર નકારાત્મક વિચારો હાવી જશે. આજે તમે કોઈની સાથે દલીલ કે વિવાદમાં ન પડતા. આજે તમારે બહુ ચતુરાઈ અને શાંતિથી દિવસ પસાર કરવો પડશે. તમે આજે સંબંધોના ક્ષેત્રમાં કોઈ મોટો નિર્ણય ન લેતા. આજે કોઈ મિત્ર સાથેનો સંબંધ સમાપ્ત થઈ શકે છે. તમારે આજે જીવનસાથીને સમય આપવા પડશે. જો તેમની પ્રત્યે ઉદાર ભાવ રાખશો તો સંબંધ બહુ સારો રહેશે. તમે આજે પૈસા વધુ ખર્ચશો. નોકરીમાં આજે બહુ સાવધાનીથી કામ કરવાનું રહેશે. તમારું સ્વાસ્થ્ય આજે નબળું રહેશે, તાવ આવી શકે છે.


ધનઃ આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થશે. ચંદ્રમા સહિત ત્રણ ગ્રહ આજે તમારી રાશિથી લાભ ભાવમાં રહેશે. આજે તમારો દઢ સંકલ્પ અને વિશ્વાસથી ભરેલો દષ્ટિકોણ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. આજે તમારી પર મહિલાઓની વિશેષ કૃપા રહેશે. આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો અને એ સાચો સાબિત થશે. આજે તમને નોકરી-ધંધો અને પરિવારની બાબતમાં મનોવાંછિત સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે મન, વાણીમાં સારો તાલમેલ જોવા મળશે. આજે તમારી નાણાકીય સ્થિતિ સારી જોવા મળશે. અચાનક કોઈ ધનલાભ થઈ શકે છે. આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. ઓફિસનો માહોલ સકારાત્મક રહેશે. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


મકરઃ આજનો દિવસ તમારા માટે બહુ સફળતાદાયક રહેશે. આજનો દિવસ તમે જરા પણ વેડફશો નહિ, તમને મહત્વની તકો મળી શકે છે, વધુ તકો તમને નોકરી-ધંધાના ક્ષેત્રમાં મળી શકે છે. નોકરી-ધંધામાં સફળતા મેળવવા પહેલેથી જ યોજના તૈયાર કરો, તમને એમાં સફળતા જરૂર મળશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને આજે આવકનો નવો સ્રોત મળી શકે છે. કામકાજના સંબંધમાં નાની પણ લાભદાયક યાત્રા થઈ શકે છે. આજે વાહનથી તમારે સાવધાન રહેવું પડશે. જીવનસાથી સાથેના સંબંધમાં સારો તાલમેલ રહેશે. આજે તમે ભવિષ્યની કોઈ યોજના બનાવી શકો છો. નોકરીમાં તમે હિંમત અને આત્મવિશ્વાસથી કામ કરશો તો એમાં સારી સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય દિવસભર સારું રહેશે. તમારું મન ઉત્સાહ અને આનંદમાં રહેશે.


કુંભઃ આજે તમારી રાશિથી ભાગ્ય ભાવમાં ત્રણ ગ્રહ છે. આજે તમારે એવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે, જેમાંથી બહાર નીકળવા તમારે દ્યૈર્ય અને શાંતિની આવશ્યકતા રહેશે. તમને તમારા નોકરી-ધંધાના ક્ષેત્રમાં અચાનક કોઈ સારી તક મળી શકે છે. તમારું મન આજે બહુ ફર્યા કરશે. તમે આજે વધુ થાકી જશો. મહત્વની વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. તમારા દાંપત્યજીવનમાં ઉદાસીનતા રહેશે, ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખશો. અવિવાહિતોને આજે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે આજે ધાર્મિક કાર્યો, પ્રવાસ પર વધુ ખર્ચ કરશો. નોકરીમાં તમારે કોઈ મહત્વનું કામ કરવાનું આવી શકે છે. તમારું સ્વાસ્થ્ય આજે નબળું રહેશે, હવામાનની અસર થઈ શકે છે.


મીનઃ જીવનની ચાલતી આવતી સમસ્યાઓને કારણે તમારો તણાવ આજે વધુ વધશે. તમારો સ્પષ્ટ દષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને હિંમતને કારણે તમે તમારા પ્રયાસોમાં સફળ રહેશો. આજે તમે તમારા નસીબની કે મિત્રોની પ્રતિક્ષા કરતા નહિ. તમે આજે કોઈ પ્રવાસ કરશો. ઘર-પરિવાર અને ઓફિસના કામકાજને કારણે તમારે દોડધામ વધુ કરવાની આવશે. જીવનસાથી સાથે તમારી વાણી અને વર્તનને નિયંત્રણમાં રાખજો, નહિતર તમારી વચ્ચે તણાવ પેદા થઈ શકે છે. આજે તમારે શાંત રહેવાનું રહેશે. તમારા સંબંધોમાં તણાવ-ઉદાસીનતા રહેશે. તમે ક્યાંક બહાર ફરવા જશો તો તમારા માટે સારું રહેશે. તમારી નાણાકીય સ્થિતિ નબળી રહેશે. તમારો ખર્ચ વધી જશે તો તમારે નાણાં ઉધાર લેવા પડશે. નોકરીમાં કામકાજમાં આજે મન ઓછું લાગશે. તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે. શર્દી-તાવ, હાથ-પગમાં દુખાવો વગેરે જેવી બીમારી આવી શકે છે.