

હરીન માત્રાવાડિયા, રાજકોટ : અથાગ પરિશ્રમનું પરિણામ ઉત્તમ જ હોઈ છે અને આ કહેવતને રાજકોટના પ્રતિક ચૌહાણે સાર્થક કરી છે. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રતિક ચૌહાણને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે કે 99.99 પીઆર પ્રાપ્ત કરી પરિવાર તથા સ્કૂલનું નામ પણ રોશન કર્યું છે.


પ્રતિકના પિતા વાહનોમાં સીટ કવર નાખી મજૂરી કામ કરે છે. પ્રતિકના પિતાનું સ્વપ્ન હતું કે, તેનો પુત્રને કોઈપણ સંજોગોમાં સારો અભ્યાસ કરાવવો છે. જેથી તેવો એ અથાગ મહેનત કરી અને ઘરમાં ખૂબ કરકસર કરી માતા પિતાએ પ્રતિકને અભ્યાસ કરાવ્યો છે.


જેનું પરિણામ આજે પ્રતિકે ખૂબ સારું લઈ આવી માતા પિતાનું નામ રોશન કર્યું છે. પ્રતિકને તેના અભ્યાસ માટે સ્કૂલના શિક્ષકો પર જ આધાર રાખવો પડતો હતો. જોકે સ્કૂલ ના શિક્ષકો દ્વારા પણ પ્રતિકને તમામ મુશ્કેલીઓ નો હલ કરી મહેનત કરાવતા હતા.


પ્રતિકને સ્ટેટમાં 100 માંથી 99 માર્ક્સ અને એકાઉન્ટ માં 100 માંથી 99 માર્ક હાસિલ કર્યા છે. પ્રતિકને ધોરણ 10મા 82 ટકા આવતા બાદ પણ રૂમ બંધ કરી રડતો હતો. જોકે, બાદમાં પ્રતિકે પણ ખૂબ મહેનત કરી અને આજે 99.99 પીઆર મેળવ્યા છે.