

પાકિસ્તાનમાં પણ લોકો ગરમીથી પરેશાન છે તેથી જ આ હિટવેવમાં ઠંડક મેળવવા તેમને ખાસ રસ્તો શોધી લીધો છે. અને આ માટે રસ્તા પર કેટલાંક વેલફેર ઓર્ગેનાઇઝેશન દ્વારા કોલ્ડવોટરનાં સ્પ્રે લઇને લોકો પર છાંટવામાં આવે છે.


પાકિસ્તાનનાં ઇસ્લામાબાદ અને કરાંચીમાં વેલફેર સંસ્થા દ્વારા આ પ્રકારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.


જેની તસવીરો હાલમાં વાઇરલ થઇ છે. આ તસવીરોમાં ભર ઉનાળે લોકોને ટાઢક મળતા તેમનાં ચહેરા પર એક અદમ્ય સ્મિત જોવા મળે છે.


આ હાંશકારો જ કહે છે કે ત્યાં હાલમાં કેટલી ગરમી છે અને લોકો પાણીની તે છાલક મેળવીને કેટલાં તૃપ્ત થઇ રહ્યાં છે.


એક મહિલા તેનાં દીકરાને લઇ જતા સમયે તેને તડકાથી બચાવવાં બાળકનાં મોઢા પર રૂમાલ ઢાંકતી નજર આવે છે.


કરાંચીમાં એક પાઇપમાં લિકેજ થતા ત્યાં અચાનક વોટર સ્પ્રે જેવી પરિસ્થિતિ થઇ ગઇ.. તો આસપાસ ઉભેલા લોકોએ આ લિકેજનો ફાયદો ઉઠાવીને ભર ઉનાળે પોતાની જાતને થોડી ઠંડક આપી.


કરાંચીમાં એક પાઇપમાં લિકેજ થતા ત્યાં અચાનક વોટર સ્પ્રે જેવી પરિસ્થિતિ થઇ ગઇ.. તો આસપાસ ઉભેલા લોકોએ આ લિકેજનો ફાયદો ઉઠાવીને ભર ઉનાળે પોતાની જાતને થોડી ઠંડક આપી.


આ ગરમીમાં છાયડો શોધવા એક બિલ્ડિંગની આડનો છાયડો લઇને સુતેલા કેટલાંક ગરીબ લોકો, આ તસવીર પાકિસ્તાનનાં કરાંચીની છે.