

એસબીઆઈ કાર્ડ (SBI Card)) એ બુધવારે નવી મોબાઇલ ચુકવણી સુવિધા એસબીઆઇ કાર્ડ પે રજૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા યૂઝર્સોને પોઇન્ટ ઑફ સેલ્સ (POS) મશીનો પર કાર્ડ વગર મોબાઇલ ફોનના માધ્યમથી ચુકવણી કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે ક્રેડિટ કાર્ડ રાખવું અને પિન દાખલ કરવાની જરુર નહીં રહે .


કંપનીએ એક પ્રકાશનમાં જણાવ્યું છે કે ગ્રાહકો એસબીઆઈ કાર્ડ પેમાં નજીકના (NFC) ફીલ્ડ કૉમ્યુનિકેશન ટેકનોલોજી દ્વારા પીઓએસ પર ચુકવણી કરી શકે છે. આ માટે તેઓએ ફક્ત તેમના મોબાઇલ પર ટેપ કરવું પડશે અને આ માટે તેમને પીઓએસ પર ક્રેડિટ કાર્ડને સ્વાઇપ કરવાની અથવા પિન દાખલ કરવાની જરૂર રહેશે નહીં. આ ચુકવણી ફક્ત એનએફસી ટેકનીકથી સજ્જ પીઓએસ મશીનો પર થઈ શકે છે.


એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ હરદયાલ પ્રસાદે જણાવ્યું હતું કે એસબીઆઈ કાર્ડ પે ગ્રાહકોને તેમની ઇચ્છા મુજબ ટ્રાન્ઝેક્શન અને દૈનિક ટ્રાન્ઝેક્શનની મર્યાદા સેટ કરવાની મંજૂરી આપશે. હાલમાં, અન્ય એચસીઈ એપ્લિકેશન ગ્રાહકોને પ્રતિ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયા અને દિવસ દીઠ 10,000 રૂપિયા સુધીની લેવડદેવડ કરવાની મંજૂરી આપે છે.


એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરવા માટે કાર્ડ હોલ્ડર્સે એસબીઆઇ કાર્ડ મોબાઇલ એપ પર તેમના કાર્ડની એક વખત નોંધણી કરવી પડશે. કાર્ડની નોંધણી થયા બાદ ગ્રાહકો માટે ચુકવણી કરવી સરળ બની જશે. ફોનને અનલૉક કરને મોબાઇલને પોઇન્ટ ઑફ સેલ ટર્મિનલને નજીક લાવતા જ પેમેન્ટ થઇ જશે.