1/ 5


ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા હાલ પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. અનમનો લવ લાઇફ પાર્ટનર બીજો કોઈ નહીં પણ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દિનનો પુત્ર અસદ છે.
2/ 5


રિપોર્ટ પ્રમાણે અસદ અને અનમ એકબીજાને ડેટ કરી રહ્યા છે. સાનિયા અને અનમ મિર્ઝાએ સોશિયલ મીડિયા ઉપર અસદની તસવીર શેર કરી છે અને જે કેપ્શન આપી છે તે જોઈને લાગે છે કે અસદ અને અનમ વચ્ચે કશુંક ચાલી રહ્યું છે.
3/ 5


સાનિયા મિર્ઝાએ થોડા સમય પહેલા અસદ સાથે પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘ફેમિલી’.