

સેમસંગએ 11 સપ્ટેમબરે બેંગ્લોરમાં દુનિયાનું સૌથી મોટું એક્સપીરિયન્સ સેન્ટર શરૂ કર્યો છે. સેમસંગનું કહેવું છે કે, આ સેન્ટર શરૂ કરવાનો હેતું માત્ર કંપનીની નવી ટેકનોલોજીને શોકેસ કરવા ઉપરાંત લોકોની ફિડબેક લઈને મેક ફોર ઈન્ડિયા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આનાથી પહેલા સેમસંગે ભારતમાં દુનિયાની સૌથી મોટી ફેક્ટરી નોએડામાં શરૂ કરી હતી.


બ્રિગેડ રોડ સ્થિત ઓપેરા હાઉસ 33 હજાર ફિટમાં ફેલાયેલ હેરિટેડ પ્રોપર્ટી છે. આમાં કંપની પોતાની ટેકનોલોજી, લાઈફ સ્ટાઈલ અને ઈનોવેશનને એક સાથે પ્રદર્શિત કરશે. અહી અલગ-અલગ પ્રોડક્ટનું એક્સપીરિયન્સ લઈ શકાશે, જેમાં વર્ચ્યુલ રિએલિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે સંબંધિત પ્રોડક્ટ સામેલ છે.


આ સેન્ટરમાં 4D Sway Chair અથવા Whiplash Plusar 4D Chair દ્વારા વર્ચ્યુઅલ રિઆલિટીનો આનંદ ઉઠાવી શકાશે. 4D Sway Chair કે Whiplash Pulsar 4D chair દ્વારા લોકો 360 ડિગ્રીથઈ ડાયમેંશન મૂવમેન્ટનું એક્સપીરિયન્સ કરી શકે છે. તે ઉપરાંત તમે એરક્રાફ્ટ સ્ટંટ કરતાં ફાઈટર જેવો અનુભવ કરી શકો છો અથવા અંતરિક્ષમાં યુદ્ધ અથવા રોલર કોસ્ટંર રાઈડની મજા લઈ શકો છો.


તે ઉપરાંત જે લોકો કાયકિંગ અથવા રોઈંગમાં દિલચસ્પી રાખે છે, તેમના માટે એક ખાસ VR એક્સપીરિયન્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્ટમર્સ સેન્ટર હોમ થિયેટર જોન મૂવીજ અને શો માટે પ્રી-બુક પણ કરી શકો છો.


સેમસંગના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ (મોબાઈલ બિઝનેસ) મોહન દીપ સિંહે જણાવ્યું કે, 10 નવા એક્સપીરિયન્સ સેન્ટર દેશના મોટા શહેરોમાં ખોલવામાં આવશે, પરંતુ કોન્સેપ્ટ આવો જ રહેશે. દરેક જગ્યાએ આ પ્રોપર્ટી અને તેની સાઈઝ એક સરખી રહેશે.