

દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન ઉત્પાદક કંપની સેમસંગ સૈન ફ્રાંસિસ્કોમાં ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટનું આયોજન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ત્રણ વેરિયન્ટ્સ Samsung Galaxy S10, Samsung Galaxy S10+ અને Samsung Galaxy S10e લોન્ચ કર્યા છે.


ઉપરાંત ગેલેક્સી એસ 10માં અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં તમને ટ્રીપલ કેમેરા સેટઅપ મળશે. જેમાં પહેલો લેન્સ 12 મેગાપિક્સલ (અપર્ચર-એફ / 2.4) નો ટેલિફોટો લેન્સ હશે, બીજો 12 મેગાપિક્સલ (અપર્ચર-એફ / 1.5) નું વાઇડ એન્ગલ લેન્સ અને ત્રીજો 16 મેગાપિક્સલ (અપર્ચર-એફ / 2.2 ) લેન્સ હશે. આ ઉપરાંત ફ્રન્ટમાં 10 મેગાપિક્સલ (અપર્ચર-એફ / 1.9) સેલ્ફી કેમેરો છે.


તે જ સમયે જો આપણે સેમસંગ ગેલેક્સી એસ 10 + ની વાત કરીએ તો તેમાં 6.3 ઇંચની ડિસ્પ્લે મળશે. આ ઉપરાંત તમે 1TB સ્ટોરેજ અને 4,100 એમએએચની બેટરી મેળવી શકો છો. આ ફોનમાં પણ સેમસંગ ગેલેક્સી એસ 10 જેવું જ સ્ટોરેજ કન્ફિગરેશન અને વાયરલેસ ચાર્જિંગ અને રીઅર કેમેરા મળશે. ઉપરાંત સેલ્ફી માટે તેમાં 10-મેગાપિક્સલ (અપર્ચર-એફ / 1.9) અને 8-મેગાપિક્સલ (અપર્ચર-એફ / 2.2) નો કેમેરો મળશે જે લાઇવ ફોકસ, ડ્યુઅલ પિક્સેલ, ઑટોફૉકસ જેવા ફિચર્સથી સજ્જ હશે.


સેમસંગ ગેલેક્સી એસ 10ઇ માં 5.8 ઇંચ ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે મળશે. જે ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે આવશે. આ 6 જીબી / 128 જીબી અને 8 જીબી / 256 જીબીની બે સ્ટોરેજ વેરિયન્ટમાં હશે. આમાં પણ તમે વાયરલેસ ચાર્જિંગ મેળવી શકશો પરંતુ તેની બેટરી સાઇઝ 3,100 એમએએચ છે.