1/ 5


બિગ બોસનાં હોસ્ટ અને બોલિવૂડનાં ભાઇજાને આજે સોશિયલ મીડિયા પર એક દુખદ સમાચાર શેર કર્યા છે. ગુરૂવારે તેમને તેમનાં ઓફિશિયલ ફેસબૂક પેજથી તેની ડોગ માય લવની તસવીર શેર કરતાં લખ્યું છે કે હવે તે આ દુનિયામાં નથી રહી.
2/ 5


સલમાન ખાને ફેસબૂક પર તેની ડોગ 'માય લવ'ની બે તસવીરો શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, 'મારી સૌથી સુંદર માય લવ હવે આ દુનિયામાં નથી રહી. ઇશ્વર તેની આત્માને શાંતિ આપે.'
3/ 5


સલમાન ખાનની ડોગ 'માય લવ'થી પહેલાં 'માય સન', 'માય જાન' અને 'માય વીર' આ દુનિયાને અલવીદા કહી ચુક્યા છે. આ ઉપરાંત પણ સલમાન ખાનની પાસે ઘણાં બધા ડોગ્સ છે. કહેવાય છે કે સલમાન ખાન તેનાં આ તમામ ડોગ્સ પર ખુબ ખર્ચો કરે છે.
4/ 5


સલમાન ખાનનો જાનવરો પ્રત્યેનાં પ્રેમ તો ઘણી વખત તમે જોયો હશે. હાલમાં તે બિગ બોસમાં બે નાના નાના ગલુડિયા સાથે નજર આવ્યો હતો.