

સતાધારના પૂર્વ મહંત જીવરાજ બાપુનું સોમવારે મોડી રાત્રે નિધન થયુ હતું. આજે તેમના પાર્થિવ દેહની પાલખી યાત્રા યોજ્યા બાદ તેમને સમાધિ આપવામાં આવી છે. ત્યારે હવે સતાધારની ગાદી વિજય બાપુ સંભાળે તે માટે સંતોનું સમર્થન મળી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે,સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા હતા. લાખો ભક્તો અને સાધુ સંતોની હાજરીમાં આશ્રમના પરિસરથી બાપુની પાલખી યાત્રા નીકાળવામાં આવી હતી. બાપુના અંતિમ દર્શનાર્થે આપા ગીગાની જગ્યામાં દૂરદૂરથી ભાક્તોની ભીડ ઉમટી પડી છે. બાપુને કાચની પેટીમાં અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા છે. તેમના અંતિમ દર્શન કરતા લોકોની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.


આ પ્રસંગે હાજર રહેલા તમામ સાધુ સંતોએ સતાધારની ગાદી માટે હાલના લઘુ મહંત વિજય ભગત અગામી સમયમાં સતાધારની ગાદી સંભાળે તે માટે સમર્થન આપ્યુ હતું.


આ દુખદ પ્રસંગે ઈન્દ્રભારતી બાપુએ જવરાજ બાપુને યાદ કરતા કહ્યું કે, જીવરાજ બાપુનું જીવન એક બાળક જેવુ નિખાલસ હતુ. તેઓ સૌરાષ્ટ્રના તમામ સાધુ સંતોમાં સોથી વરિષ્ઠ સંત હતી. તેમની વિદાયથી તમામ સાધુ સંતોને તેમની ખોટ પડશે. જીવરાજ બાપુએ જ સતાધારની ગાદી માટે વિજય બાપુની લઘુમહંત તરીકે નિમણૂક કરી હતી, તેમની અમારૂી સમર્થન છે.


જીવરાજબાપુ સતાધારના 7મા મહંત હતાં. જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. અને નાની વયથીજ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા. સૌરાષ્ટ્રમાં મોટા સંતોમાં જીવરાજ બાપુ ગણવામાં આવે છે. જીવરાજ બાપુએ આજીવન લગ્ન નહોતા કર્યા. જવરાજ બાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. તેમણે 1982માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મંહત બનાવ્યા હતા. નાની ઉમંરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતા. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. અને રાત્રે 10 કલાકે તેમણે શરીરમાંથી પ્રાણ છોડી દેવ લોક પામ્યા હતા.


આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવીજ રીતે હરિબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજ બાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી. હાલમાં આપા ગીગાની જગ્યાએ વિજયબાપુ હાલમાં લઘુમહંત તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.