સાબરકાંઠા જીલ્લાના રાજેન્દ્રનગર આર્ટસ કોલેજના ત્રીજા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી પુજા પટેલ મુળ તો મહેસાણાના અંબાલાની છે. પરંતુ રાજેન્દ્રનગર કોલેજ ખાતે અભ્યાસ કરે છે. બાબા રામદેવના યોગ ટીવીમાં જોયા ત્યારથી જ તેને યોગની પ્રેરણા મળી અને નાની ઉંમરથી જ યોગમાં સિધ્ધી હાસલ કરવાનુ શરૂ કર્યુ છે. (ઇશાન પરમાર, સાબરકાંઠા)
ધોરણ 4થી જ પુજાના પિતાએ બાબા રામેદવના યોગ જોઈને પુજાને તાલિમ આપી અને ત્યારથી અલગ અલગ કક્ષાએ શાળા ગેમ્સ, ખેલમહાકુંભ, રાજ્યકક્ષાને રમત અને આંતરરાષ્ટ્રીય કક્ષાને રમતો રમી ચુકી છે. અત્યાર સુધી આંતરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે તો 64 મેડલ, 117 ટ્રોફીઓ અને 186 પ્રમાણપત્રો મેળવી ચુકી છે.
પુજા પટેલે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલમાં ચાઈનામાં સાંગાઈ પ્રથમ વખત ગોલ્ડ મેડલ પ્રાપ્તં થયું હતું. ઈન્ટરનેશનલ કોમ્પિટિશન બેઇઝીનમાં હતી. ત્યાથી મીસ યોગીનીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત સેનઝેન, હોંગકોંગ પણ ગોલ્ડ પ્રાપ્ત થયા હતા. અને મીસ યોગીની બની હતી. તો તાજેતરમાં જુલાઈમાં બાંગ્લાદેશના ઢાકા મુકામે ઈંન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.