સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આજે એક ખેતરે જતા પિતા પુત્રો પર ભમરાનું ઝૂંડ ત્રાટક્યું હતું. ભમરાંના દંશથી પિતાનું મોત થઈ ગયું હતું જ્યારે ઘાયલ પુત્રોને હિંમતનગર હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ચકચારી બનાવમાં પરિવારે મોભી ગુમાવતા સમગ્ર પ્રાંતિજ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભમરાંના ઝૂંડે પિતા પુત્રોને અસંખ્ય ડંખ મારતા તેના ઝેરથી પિતાનું મોત થયું હતું.