સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district)માં એક દુઃખદ ઘટના બની છે. જેમાં એક બાંધકામ હેઠળના મકાનની દીવાલ ધસી પડવાને (Wall collapse) કારણે બે લોકોનાં કમકમાટી ભર્યાં મોત થયા છે. દીવાલ પડવાની ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં મકાન માલિકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. એક મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. એવી પણ માહિતી મળી છે કે મકાન માલિકનો આજે જન્મ દિવસ (Birthday) હતો. એટલે કે જન્મ દિવસ હોવાથી પરિવારમાં ખુશીન માહોલ હતો પરંતુ દુર્ઘટનામાં પરિવારના મોભીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.