ઈશાન પરમાર, સાબરકાંઠાઃ ગુજરાત સરકાર (Gujarat Governmnet) ભલે ભ્રુણ હત્યા (Feticide) અટકાવવાની વાતો કરે પણ સાબરકાંઠા (sabarkantha) જીલ્લામાં હજુ આ બાબતે જોઈએ તેટલી સફળતા મળી નથી. ત્યારે આજે શહેરની હાથમતી નદીમાં આવી જ રીતે મૃત ભ્રુણ દાટતા એક હોસ્પિટલના બે કર્મચારીઓ ઝડપાયા હતા. અને સ્થાનિકોએ તેમને રોકતા આરોગ્ય વિભાગે એક્શન મોડમાં આવવું પડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે હિમતનગરના ગોગા નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ આજે સોમવારે સવારે નદીમાં ચારેક માસના મૃતભ્રુણને દાટતા બે લોકોને ઝડપી લીધા હતા. સ્થાનિકોને શંકા જતા તેમણે આ બાબતે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી અને સાબરકાંઠા પોલીસને જાણ કરતા પોલીસ અને આરોગ્યની ટીમ ત્યાં આવી ચડી અને આ અંગે તપાસ શરુ કરી હતી.
આરોગ્ય વિભાગ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આમાં સ્પષ્ટ બેદરકારી દેખાઈ આવે છે..એક તરફ આ બાળકી અધૂરા માસે કઈ રીતે મૃત અવતરી અને છેલ્લે તેના દફન માટેની ગાઈડ લાઈન હોવા છતાં સરેઆમ હાથમતી નદીના પટમાં તેને દફ્નાવાનારા સામે કાર્યવાહી કરવાની જગ્યાએ બંને ઓફિસના અધિકારીઓ એ.સી ઓફિસોમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.. ત્યારે આ બાબતે તટસ્થતાથી તપાસ થાય એ જરૂરી બની ગયું છે.