સાબરકાંઠાના હિંમતનગરમાં ફૂલ સ્પીડમાં જતી કાર નાળામાં ખાબકી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાન બોર્ડર આવેલા રતનપુરથી જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરતા અકસ્માત નડ્યો હતો. આમ જન્મદિવસે જ યુવક મોતને ભેટ્યો હતો. (ઇશાન પરમાર, સાબરકાંઠા)