આ ગામની બીજી એક ખાસીયત એ પણ છે કે, અહીં જ્યારથી પંચાયત અને દુધ મંડળી અસ્થિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી કોઈ ચૂંટણી યોજાઈ નથી. જીહાં, ગામના તમામ પ્રતિનિધીઓ સરપંચ કે ચેરમેન હોય કે ડિરેક્ટર હોય તમામ લોકોને ગામ લોકો સમરસ જ ચુંટે છે. ક્યારેય અહીં ઈલેક્શન પણ નથી યોજાયુ. તો ગામના તમામ યુવાનો અને વડિલો ખેતી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે અને તમામ લોકો એક જુથ બનીને અને સંપીને રહે છે. ક્યારેય કોઈ અણબનાવ પણ જોવા મળતા નથી.
વ્યસન મુક્તિ માચે સરકાર વિવિધ જાહેરાતો આપે છે છતા પણ યુવાનો મદિરા પાન, બીડી સીગારેટ અને તમાક સહિત મસાલાઓ ખાતા હોય છે અને પોતાનુ સ્વાસ્થ ખરાબ કરતા હોય છે, ત્યારે આ ગામમાં વ્યસન માટે પણ એક કડક નિયમ બનાવ્યો છે કે, કોઈ દુકાનદાર કોઈ તમાકુ કે બીડીનુ વેચાણ કરે તો તેને 50 હજાર દંડ તો કોઈ વ્યક્તિ વ્સસન કરતો ઝડપાઈ જાય તો તેને 10 હજારથી વધુનો દંડ કરવામાં આવે છે અને આ નિયમને લઈને ગામલોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કોઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતુ નથી. તો લોકડાઉનમાં પણ ગામે સાથ આપ્યો હતો અને જેના કારણે હાલમા કોરોનાનો કેસ નથી તો ગામના તમામ લોકો સરપંચ દ્રારા બનાવવામાં આવતા નિયમનું પાલન પણ કરી રહ્યા છે.
આમ તો સાબરકાંઠા જીલ્લાના આ ગામે સમગ્ર ગુજરાતમાં એક અનોખો સંદેશ પાઠવ્યો છે કે, ગાંધીના ગુજરાતમાં તમામ લોકો એકજુથ બનીને વ્યસન મુક્ત બન્યા છે તેમ જો સમગ્ર ગુજરાત પણ આ રીતે વ્યસન મુક્ત બને તેવુ માની રહ્યા છે. તો આ ઉપરાંત ગામની એકતા પણ એવી છે કે જેને લઈને હજુ સુધી ગામનુ નામ પોલીસના ચોપડે પણ નોધાયુ નથી.