ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના (Sabarkantha) પ્રાંતિજના (prantij) રામપુરા નજીકથી મહિલાની હત્યા (women murder) કર્યા બાદ જમીનમાં દાટેલી લાશનો 18 દિવસ બાદ પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બોલાચાલી થતા મહિલાની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પોલીસે (police) હવસ ખોર હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો છે.
સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કઈક અજુગતુ થયું હોવાનું જણાતા પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું .તો દુર્ગંધ આવતી જગ્યાએ તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યાર બાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેતી હટાવી બહાર કાઢી હતી.
પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં 18 દિવસ પહેલા રામાપીર મંદિરના પાછળના ભાગે હત્યા કરેલ મહિલાની લાશ મળી આવી હતી. દુર્ગંધ મારતી મહિલાની લાશની ઓળખ વિધિમાં મૌછા ગામની મંગુબેન તરીકે ઓળખ થઇ હતી.જે મંગુબેનના પતિએ બે વરસથી રામપુરા તરફ ફરતા જોયાની વાત કરતાની સાથે જ પોલીસે રામાપીર મંદિર પાસેની રૂમમાં વિજાપુર તાલુકાનો મહેશનાથ ભરથરી રહેતો હતો.
જે છેલ્લા કેટલાક દિવસથી ગુમ હતો જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. મહેશનાથ પર શંકા જતા સઘન પૂછપરછ હાથ ધરતા મહેશનાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ સામાન્ય બોલાચાલી થતા ગળે ટુંપો આપી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.બાદમાં હત્યા કરાયેલી મહિલાની લાશને મંદિર પાછળ ખોદેલા પાયામાં દાટી દઈને રેતી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરી ભાગી ગયો હતો.જેથી પોલીસે મહેશનાથ ભરથરીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.