ઈશાન પરમાર, સાબરકાંઠા: 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' ઉક્તિને સાર્થક કરતું એક ગામ સાંબરકાંઠા જિલ્લામાં આવેલું છે. સાબરકાંઠા જિલ્લાના એક ગામમાં પાણીજન્ય રોગ (Waterborne diseases) અને ગંદકી ન થાય તે માટે ઘરે ઘરે પાણીના મીટર (Water meter) લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગામમાં સ્વચ્છતા રાખવા માટે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે માટે પંચાયતે ડોર ટુ ડોર કચરો (Door to door waste collection) એકત્રિત કરવા માટે બે ઇ-રિક્ષા (Electric Rickshaw) પણ રાખ્યા છે.