સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા લોકોને પરસેવો છુટી જતો હોય છે. આમ તો પોલીસનું કામ ગુનેગારોને સજા અપાવવાનું હોય છે. પણ હવે સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સુંદર વિસામો બનાવીને પદયાત્રીઓને અનેક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવાનું કાર્ય શરૂ કર્યુ છે. જેમાં પોલીસ કર્મીઓ દ્રારા અંબાજી જતા પદયાત્રીઓને સેવા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાંથી ખાસ કરીને માના ભક્તો અંબાજી પદયાત્રા જતા હોય છે. (ઈશાન પરમાર, સાબરકાંઠા)
ભાદરવી પૂનમને લઈ જિલ્લાના તમામ રસ્તાઓ પદયાત્રીઓથી ભરચક્ક રહે છે. ઠેર ઠેર સેવાભાવી લોકો વિસામા તૈયાર કરીને સેવા કરતા હોય છે ત્યારે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પણ અંબાના ભક્તોની સેવા માટે 24 કલાક ચાલતો વિસામો શરુ કરાયો છે. ભોરુભાઈ ભરવાડ, પદયાત્રીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્રારા આ વિસામો કરાયો છે. તેમાં અમને મજા આવે છે ભરપેટ જમવાનું મીઠાઈ સાથે તો છાસ અને મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા અપાય છે.
આ ખાખી વર્દીમાં અંબાના ભક્તો માટે વર્ષમાં એકવાર બે હાથ જોડી આવકારે છે. જિલ્લા પોલીસ વડા કચેરીમાં વીસમામાં જમવા માટે બોલાવે છે. અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ આ પોલીસ હેડ કવોટરમાં વિસામો જોઈ આશ્ચર્યમાં પડે છે. પોલીસ આજે સામેથી ચા નાસ્તો અને જમવા સહિતની સગવડ પુરી પાડે છે આ જોઈ ભક્તો પણ અચરજમાં પડી ગયા છે.
પોલીસ કર્મીઓ તો ઠીક પણ પોલીસ પરિવારના સભ્યો પણ અહીં 24 કલાક સેવા આપે છે અને આ સેવાથી પદયાત્રીઓ પણ ખુશ થઈ જાય છે તો પદયાત્રીઓને અહિ સલામતી પણ અનુભવાય છે. કાજલબેન પદયાત્રીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પોલીસ વિસામામાં અમને સલામતી જણાય છે અને અહી અમને કોઈપણ પ્રકારનો ભય સતાવતો નથી. તો રસ્તામાં પણ ઠેર ઠેર પોલીસ પણ મળે છે.
સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મેળે અને મા આધશક્તિ એવા એંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યા ભક્તો ચાલતા જતા હોય છે. જેમાં ખાસ કરીને દાહોદ, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, ખેડા, નડીયાદ અમદાવાદ, સહિતના અનેક જિલ્લાઓમાંથી ભક્તો ચાલતા આવતા હોય છે. જેની સેવાઓ માટે અનેક દાતાઓ દ્વારા વિસામા ઠેર ઠેર કરવામાં આવતા હોય છે પોતાની મનોકામના પૂરી કરવા નીકળેલા ભક્તો માટે સાબરકાંઠા પોલીસે છેલ્લા વર્ષથી આ વિસામામાં સેવાઓ આપવાનું શરુ કર્યું છે જે દર વર્ષે આ વિસામામાં દોઢથી બે લાખ ભક્તો લાભ લેતા હોય છે.
પોલીસ દ્વારા લોક ફાળોમાંથી આ વર્ષોથી વિસામો તૈયાર કરાય છે અને જેમાં સવાર સાંજ ચા નાસ્તો, અને દિવસ રાત જમવાની સગવડ તો આ ઉપરાંત ન્વાહા ધોવાની સવગડો પણ આપવામાં આવે છે. તો આ ઉપરાંત દવાઓ અને રાત્રી રોકાણ માટેની પણ સેવા પોલીસ દ્વારા અપાય છે. આ વિસામાનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે પ્રજાનો પોલીસ સાથે સેતુ બંધાય. ચૈતન્ય રવિન્દ્ર માંડલીક ડીએસપી સબરકાંઠાએ જણાવ્યું હતું કે અમે અહીં ભક્તોને તમામ પ્રકારની સુવિધાઓ આપીએ છીએ અને તો આ ઉપરાંત 24 કલાક પેટ્રોલિંગ પણ કરીએ છીએ કોઈપણ ભક્તને કોઈ પરેશાની હોય તો કંટ્રોલ રુમમાં પણ જાણ કરી શકે છે.
અંબાજી જતા પદયાત્રીઓની તમામ લોકો સેવા કરતા હોય છે અને સેવાનો મોકો જ સોધતા હોય છે. અને ત્યારે પોલીસે દ્રારા પણ પદયાત્રીઓની સેવા કરાઈ રહી છે જેનાથી ચોક્કસ પણ પ્રજા સાથે સેતુ બંધાય રહ્યો છે..ગૃહ વિભાગના આ પ્રયાસથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જોડઈ રહ્યો છે સાથે સાથે મા અંબાના ભક્તોની સેવા કવાનો લાભ પણ પોલીસને મળી રહ્યો છે.