Home » photogallery » sabarkantha » હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

Himatnagar Assembly: હિંમતનગર વિધાનસભા પર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકી આ વિધાનસભાની ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ પ્રચાર કરવા નીકળે છે ત્યારે તેઓ જે મુદ્દા રજૂ કરે છે તેનાથી વધુ તેમની મૂછોનું આકર્ષણ લોકોને હોય છે.

विज्ञापन

  • 18

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. જિલ્લામાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જો કે આ બધા ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચા અપક્ષના ઉમેદવારની થઈ રહી છે. તેમની ચર્ચાઓ થઈ રહી છે, તેનું કારણ પણ એટલુ રસપ્રદ છે.

    MORE
    GALLERIES

  • 28

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    જી હા આપણે વાત કરી રહ્યા હિંમતનગર વિધાનસભા પર ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકીની કે જેઓ આ વિધાનસભાની ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ પ્રચાર કરવા નીકળે છે ત્યારે તેઓ જે મુદ્દા રજૂ કરે છે તેનાથી વધુ તેમની મૂછોનું આકર્ષણ લોકોને હોય છે.

    MORE
    GALLERIES

  • 38

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    હા કારણ કે, તેમની મૂછો છે બંને તરફ અઢી અઢી ફૂટ એટલે કે પાંચ ફૂટ લાંબી છે. તેઓ 18 વર્ષના થયા ત્યારથી માંડીને આજ દિન સુધી તેમને કદી મૂછો કપાવી જ નથી. તેઓ મુછથી ખુબ જ પ્રચલિત બન્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે હિંમતનગરમાંથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.

    MORE
    GALLERIES

  • 48

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    મગનભાઈ સોલંકી દરરોજ મુછોને તાવ આપીને પ્રચાર માટે નિકળે છે. આર્મી જવાનો અને મોઘવારીના મુદ્દાઓને લઈને તેઓએ ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે. અત્યાર સુધી બે ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે ફરી એક વાર ચૂંટણી લડવાનુ નક્કી કરી પ્રચાર શરૂ કર્યો છે.

    MORE
    GALLERIES

  • 58

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    મગનભાઈ સોલંકી પોતાની વિધાનસભા વિસ્તારમાં મુછવાડા ઉમેદવાર તરીકે પ્રખ્યાત થયા છે. તેમની મૂછોના કારણે તેમને ઘણી લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ છે. જેના આધારે તેઓ હિંમતનગર વિધાનસભાની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 68

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    આર્મીમાંથી રિટાયરની સમસ્યાઓ અને આમ જનતાને પડતી સમસ્યાઓને લઈને તેઓ હિંમતનગરના ગામડામાં પ્રચાર કરી રહ્યા છે. જો કે તેઓને જોતા જ લોકોના ટોળેટોળા એકઠા થઈ જાય છે. કારણ કે, સૌથી મોટું તેમનું આકર્ષણ તેમની મૂછ છે.

    MORE
    GALLERIES

  • 78

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    આ મૂછો માટે તેઓ રોજ 30 મિનિટ જેટલો સમય આપે છે. વળી તેમને તેમની મૂછ એટલી પ્રિય છે કે તેમણે કોઈ પણ પ્રસંગ હોય સારો કે માઠો પરંતુ ક્યારેય પોતાની મૂછ કઢાવી જ નથી. આ વાત તેમના પરિવાર જનોએ પણ હવે સ્વીકારી લીધી છે. એટલે તો ગામડે ગામડે અને ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહ્યા છે અને મૂછના કારણે પ્રતિસાદ પણ સારો મળે છે.

    MORE
    GALLERIES

  • 88

    હિંમતનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારે લોકોમાં જમાવ્યું આકર્ષણ, આ રીતે કરે છે પ્રચાર

    મગનભાઈ આ પહેલા પણ એક વખત ગુજરાત વિધાનસભાની અને એક વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં તેમને પહેલીવાર 1,500 અને બીજીવાર 2,400 જેટલા મત મળ્યા હતા પરંતુ નિરાશ થયા વિના આજે પણ તેઓ મૂછોને તાવ દેતા દેતા પ્રચાર કરી રહ્યા છે.

    MORE
    GALLERIES