ઈશાન પરમાર, સાંબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો (Sabarkantha district farmers) હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો હવે બીજા દેશની ટેક્નોલોજી અપનાવતા પણ થયા છે. જિલ્લામાં આવી જ રીતે એક ખેડૂતોએ ઇઝરાયેલ (Israel) પદ્ધતિથી ખેતી કરીને હળદરનું મબલખ (Turmeric farming) ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ (Green house) તૈયાર કર્યો છે. ઈઝરાયેલ દેશ ઓછી જમીન અને ઓછા પાણીમાં પણ સારી એવી ખેતી કરીને ખેતીમાં આગળ વધ્યો છે. હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઈઝરાયલના ખેડૂતોની જેમ ખેતી કરી વધુ ઉત્પાદન મેળવવા આગળ આવ્યા છે.
રૂપાલ કંપા ગામ આમ તો બાગાયતી ખેતી કરીને આગળ આવ્યું છે. આ ગામમાં સૌથી વધુ બાગાયતી ખેતી થાય છે. આ વખતે આ ગામમાં ખેડૂતોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈઝરાયેલ પદ્ધતિથી હળદરની ખેતી શરૂ કરી છે. સીધી જમીન પર ખેતી કરે તો ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે ત્યારે ઈઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા એક જ જમીનમાં ચાર ગણું ઉત્પાદન મેળવી શકે છે. આ જ કારણ છે કે ખેડૂતોએ ઇઝરાયેલની ખેતી પદ્ધતિ અપનાવી છે.
રૂપાલ કંપા ગામના ખેડૂત ચંદ્રકાંત પટેલે ચાર એકરમાં ખેતરમાં આશરે 10 કરોડના ખર્ચે ગ્રીન હાઉસ બનાવીને સ્વાસ્થ્ય વર્ધક માનવ દવા અને સૌંદર્ય પ્રસાધનોની બનાવટના ઉપયોગમાં લેવાતા મસાલા પાક એવા હળદરના ખેતી શરૂ કરી છે. આ માટે તેઓેએ હાઈટેક વર્ટિકલ ફાર્મિગ હેઠળ કોન્ટ્રેક ફાર્મિંગ ખેતી માટે ગ્રીન હાઉસમાં જમીન પર સ્કલ્ચર બનાવી ગેલ્વેનાઈઝ ટ્રે સિસ્ટમમાં ફળદ્રુપ માટી નાખી હળદરનું વાવેતર કર્યું છે.
આ પ્રકારની ખેતીથી જમીનના એકર દીઠ 500 થી 800 ટન ઉત્પાદન મળશે. એટલે કે તેમને એક અકર જમીન પર આશરે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાની આવક મળી રહેશે. આ ખેતી જોઈને આજુબાજુના વિસ્તારના લોકો એ પણ પ્રેરણા લીધી છે. ખેડૂતના કહેવા પ્રમાણે આ પ્રકારથી ખેતી કરવામાં આવે તો મજૂરી, ખાતર, પાણી પાછળ વધારે ખર્ચ કરવો પડતો નથી. આ ઉપરાંત આવ ટેક્નિકથી ખેતી કરવાથી ઉત્પાદન ઘણું વધારે આવે છે.