Home » photogallery » sabarkantha » સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

રીક્ષા અને ઈકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત (rickshaw and car Accident)માં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત (three killed) થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • 14

    સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

    ઈશાન પરમાર, સાબરકાંઠા : કોરોનાકાળ (Coronavirus)માં લોકડાઉન (Lockdown) સમયે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉનમાં છૂટછાટ બાદ ફરી રોડ અકસ્માત (Road Accident)ની સતત રોજે રોજ ઘટનાઓ સામે આવી રહી છે. આજે સાબરકાંઠાના ઈડર - વિજયનગર પોળ જવાના હાઈવે પર એક કરૂણ અકસ્માત (vijaynagar polo accident)ની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા અને ઈકો કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માત (rickshaw and car Accident)માં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત (three killed) થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    MORE
    GALLERIES

  • 24

    સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

    પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક ઈકો કાર અને રીક્ષા વચ્ચે જબરદસ્ત અકસ્માત (Kadiyadra accident) સર્જાયો હતો, જેમાં રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર પરિવારના બે માસૂમ બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભર જણાવવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને તત્કાલીક સારવાર માટે ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મામલો સંભાળી લીધો છે.

    MORE
    GALLERIES

  • 34

    સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

    વિગતે ઘટનાની વાત કરીએ તો, પોલો ફોરેસ્ટ ખાતે ફરીને આનંદ સાથે પરિવાર ઘરે જવા માટે આવી રહ્યો હતો, ત્યારે ઈડર તાલુકાના કડીયાદરા અને ચોરવાડ વચ્ચે તેમની રીક્ષા પહોંચી હતી, તે સમયે કાળ બનીને આવેલી ઈકો કાર સાથે જબરદસ્ત ટક્કર થઈ ગઈ, અચાનક બંને વાહનો વચ્ચે ટક્કર સર્જાતા સ્થળ પર બે માસુમ બાળકો સહિત એક વ્યક્તિનુ કમકમાટી કર્યુ મોત નિપજ્યુ હતું. અકસ્માત સમયે ઈજાગ્ર્સ લોકોની ચીસો અને બુમોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું, અન્ય એક ઈજાગ્ર્સત બાળકનું રુદન સાંભળી સ્થાનિકોના આંખમાંથી આંસુ આવી ગયા હતા. સ્થાનિકોએ તુરંત બચાવ ટીમને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત સાત લોકોને ઈડર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    સાબરકાંઠા: વિજયનગર રોડ પર ગમખ્વાર અકસ્માત, રીક્ષાનો કચ્ચરઘાણ, બે બાળકો સહિત ત્રણના કરૂણ મોત

    તમામ લોકો વિજયનગરના પોલો ફોરેસ્ટ ખાતે ફરવા ગયા હતા અને ફરીને પરત આવી રહ્યા હતા, ત્યારે કડીયાદરા અને ચોરીવાડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકોની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, રીક્ષાને ભારે નુકશાન થયુ હતુ અને ૨ બાળકો અને રીક્ષા ચાલકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. તો ૭ જેટલા લોકોની ઈર્જાઓ થઈ હતી તો તે તમામ લોકોને ૧૦૮ મારફતે ઈડરની સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. મ્રુતક અને ઈર્જાગ્રસ્તો હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ૧- નરેન્દ્ર સિંહ બાબુભાઈ મકવાણા, ૨- વંશ કમલેશભાઈ પરમાર, ૩- હેતાર્થ નરેન્દ્ર સિંહ મકવાણા હોવાનું સામે આવ્યું છે.

    MORE
    GALLERIES