આજે દેશભરમાં દશેરાનું (dussehra) પર્વ સાગાઇથી ઉજવવામાં આવશે. કોરોના મહામારીને (Coronavirus) કારણે રાજ્ય સરકારે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. હિન્દુ ધર્મના વિક્રમ સંવત કેલેન્ડરમાં દશેરાનો તહેવાર અશ્વિન માસ એટલે કે આસો માસની દશમી તિથિમાં આવે છે. આ વર્ષે દશેરા રવિવારે એટલે કે આજે ઉજવાઈ રહ્યો છે. આ દિવસે શ્રી રામે દસ માથા ધરાવતા રાવણને હણ્યો હતો, તેથી આ દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. કોરોના મહામારીમાં આપણે મંદિરમાં માતાજીનાં દર્શન કરવા ન જઇ શકીએ, તો આજે આપણે ઘરે બેઠા જ પાવાગઢનાં મા મહાકાળી અને અંબાજીનાં અંબે માતાનાં દર્શન કરીએ. (પાવાગઢ મંદિરનાં મહાકાળી માતા)
નોંધનીય છે કે, વિજયા દશમીનાં દિવસે શ્રી રામે દસ માથા ધરાવતા રાવણને હણ્યો હતો, તેથી આ દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીના માત્ર 20 દિવસ પહેલા દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 25 ઓક્ટોબરે નવમીએ સવારે 07.41 સુધી રહેશે પછી દશેરા શરૂ થઈ જશે દશમી તિથિ 26 ઓક્ટોબરે સવારે 09 વાગ્યા સુધી રહેશે આથી દશેરા 25 ઓક્ટોબરે થશે અને દુર્ગા વિસર્જન 26 ઓક્ટોબરે મનાવવામાં આવશે. (પાવાગઢ મંદિરનાં મહાકાળી માતા)
દશેરાનું મહત્ત્વ - દેવી શક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસસેનાનો સંહાર થયો, જગદંબાનો વિજય થયો. વિજયની આવી અનેક કથાઓ છે. રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. વિજયનો આ ઉત્સવ નવરાત્રિ-વિજયાદશમી (દશેરા) રૂપે ઉજવવા લાગ્યા.