Home » photogallery » sabarkantha » સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

સદાતપુરા ગામના ત્રણ યુવકની બીભત્સ તસવીરો બનાવી અને નગ્ન યુવતીઓની તસવીરોમાં મોર્ફ કરી વાયરલ કરવામાં આવી

  • 15

    સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

    ઈશાન પરમાર, સાબરકાંઠા : સોશિયલ મીડિયામાં (Social media) અજાણી યુવતી કે યુવકો સાથે દોસ્તી કરવા માંગતા થનગનીયાઓ માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરના સદાતપુરા (Idar sadatpura) ગામે એક એવો બનાવ બન્યો છે જે જાણીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. આ ઘટનામાં મારામારી કાપાકાપી કે લોહીયાળ ખેલ નથી ખેલાયો છતા તેની ઘાતકતા સહેજ પણ ઓછી નથી. અહીંયા એક જ ગામના ત્રણ યુવકોના બીભત્સ (Nasty Images of Idar Youth went viral on social media) ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

    MORE
    GALLERIES

  • 25

    સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

    સદાતપુરા ગામના એક યુવકના ફેસબુક એકાઉન્ટ પર 30 સપ્ટેમ્બરનાં રોજ ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. યુવકે રીકવેસ્ટ મોકલનારની પ્રોફાઈલ તથા ફેસબુક ચેક કરતાં યુવકનો પોતાનો સ્ત્રીવેશમાં મોર્ફ કરેલો અશ્લીલ ફોટો જોવા મળ્યો હતો. આ ફોટો જોઈ ચોંકી ગયેલા યુવકે બીજા જ દિવસે સાઈબર ક્રાઈમ, હિંમતનગરની ઓફિસમાં જઈ લેખિત ફરિયાદ આપી હતી.

    MORE
    GALLERIES

  • 35

    સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

    સાઈબર ક્રાઈમ તપાસ શરૂ કરે એ પહેલાં બીજા દિવસે યુવકનો આ જ પ્રકારે સ્ત્રીવેશમાં મોર્ફ કરેલો અશ્લિલ ફોટો ઈસ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો. ત્યાર બાદ ગામના અને યુવકની નજીકમાં જ રહેતા અન્ય બે યુવકોના પણ એક બાદ એક મોર્ફ કરેલ અશ્લીલ ફોટા ફેસબુક-ઈસ્ટાગ્રામ પર અપલોડ કરાતાં આ યુવકોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા ઘણા ફોટા ફેસબુક આઈડી પર અપલોડ કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 45

    સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

    યુતીકા વર્માના નામે આવેલી રિક્વેસ્ટ કરતા એક યુવકને પોતાના જ અર્ધનગ્ન તસવીરો યુવતીઓના સ્વાંગમા જોવા મળ્યા હતા. આ મામલે યુવકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે

    MORE
    GALLERIES

  • 55

    સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

    પરંતુ એક વાતચોક્કસ છે કે સોશિયલ મીડિયા પર અતિની કોઈ ગતિ નથી અને જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ યુવક-યુવતીઓ સાથેની છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. આ બ્લર તસવીર દર્શાવવાનો હેતુ એટલો છે કે સોશિય મીડિયાના વપરાશકર્તાઓ ગંભીર ગુનાના ઉદાહરણને સમજી અને જાગૃત બને.

    MORE
    GALLERIES