Home » photogallery » sabarkantha » તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

ઈડર તાલુકાના કેસરપુરા ગામની અદ્યતન સુવિધાઓ વાળી પ્રાથમિક શાળા કે જ્યા એંક બાળ અભયારણ બનાવવામાં આવ્યુ છે.

  • 112

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    હાલમાં ખાનગી શાળાઓ બીલાડીના ટોપની જેમ ખુલી રહી છે ત્યારે તેવી શાળાઓને પણ ટક્કર આપે તેવી પ્રાથમીક શાળાઓ હાલ તો તૈયાર થઈ રહી છે. એક એવી શાળા કે જ્યા વિદ્યાર્થીઓ માટે બાળ અભ્યારણ બનાવવામાં આવ્યું છે. જ્યાં બાળકોની મરજીથી સ્કૂલ ચાલે છે. અહીં બાળકો જ બીજા બાળકોની ચકાસણી કરે છે. (ઈશાન પરમાર, સાબરકાંઠા)

    MORE
    GALLERIES

  • 212

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    ઈડર તાલુકાના કેસરપુરા ગામની અદ્યતન સુવિધાઓ વાળી પ્રાથમિક શાળા કે જ્યા એંક બાળ અભયારણ બનાવવામાં આવ્યુ છે. અહીં બાળકોની મરજી પ્રમાણે વિવિધ શૈક્ષણિક પ્રવુતિઓ થાય છે. આ શાળામાં 1થી 8 ધોરણમાં 15 શિક્ષકો ફરજ બજાવે છે.

    MORE
    GALLERIES

  • 312

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    કોઈ બાળક શાળામાં પુસ્તક લાવવાનુ ભુલી ગયો હોય તો શાળાની તમામ દિવાસો પર વિવિધ સુત્રો, ગણિત- વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનું વ્યાકરણ તો આ ઉપરાંત દીમાગ કી બત્તી જલાઓ પણ લખેલ છે. જેને લઈને બાળકો પુસ્તક વગર જ અભ્યાસ પણ કરે છે. તો એક બાળ બેંક પણ છે જેમાં બાળકોએ 1 લાખ કરતા પણ વધુ રકમ જમા કરી છે.

    MORE
    GALLERIES

  • 412

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    રાજ દેસાઈ, વિધ્યાર્થી, કેસરપુરા પ્રાથમિક શાળા એ જણાવ્યુ હતુ કે અમારી શાળામાં અમે પુસ્તક વગર પણ આવીએ તો પણ ચાલે કારણ કે દિવાલ પર ભાષા શિક્ષણ, ગણત વિજ્ઞાન, જેવુ અવનવુ લખેલ છે તો દિમાંગકી બત્તી જલાઓ પણ લખેલ છે.

    MORE
    GALLERIES

  • 512

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    મોહમ્મદ નુરાની, વિધ્યાર્થી, કેસરપુરા પ્રાથમિક શાળા એ જણાવ્યુ હતુ કે અમારી શાળાનો હુ બાલ ડોક્ટર છુ અને હુ દર શનિવારે બાળકોનુ ચેકિંગ કરુ છુ અને હાથ પગના નખ, બાલ કાપેલ છે કે નહિ આ ઉપરાંત તમામ પ્રકારની સ્વચ્છતા રાખેલ છે કે નહિ તેનુ હુ ચેકિંગ કરુ છું.

    MORE
    GALLERIES

  • 612

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    આ શાળામાં બાળકો જ બાળ ડોકટર તરીકેની કામગીરી કરે છે. શાળામાં તામામ બાળકોનું આરોગ્ય પરિક્ષણ પણ સ્કૂલ દ્વારા કરાવવામાં આવ્યું છે. શાળાનાં બાળકો માટે બાળ ડોકટરની તમામ ટ્રેનીંગ આપવામાં આવી છે જે તમામ બાળકોનાં નાખ, કાન, આંખો તેમજ આરોગ્યની તપાસણી કરે છે અને જો બાળકો સ્વચ્છ થઈને ન આવ્યા હતા તેમણે સલાહ પણ અપાય છે.

    MORE
    GALLERIES

  • 712

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    તો શાળાની શિક્ષીકાઓ અને શિક્ષકો તમામ બાળકોને પોતાની બાળકની જેમ જ સાચવે છે અને બાળકીઓને લગતી તમામ સમસ્યાઓ અંગે તેમના વાલીઓને પણ જાણ કરે છે તો સેનેટરી પેડ પણ અહીથી જ સસ્તા દરે અપાય છે.

    MORE
    GALLERIES

  • 812

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    તો કુપોષિત બાળકોની પણ અહિ નોધ કરવામાં આવે છે...બાળકોના વાલીઓ ને પણ જાણ કરવામાં આવે છે કે તેમના બાળકો કુપોષિત છે તો શિક્ષકો અને વાલીએ પણ બાળકો જાતેજ પોતાની કાળજી લઈને પૌષ્ટિક આહાર આપી તંદુસ્ત બનાવે છે.

    MORE
    GALLERIES

  • 912

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    સ્મીતા પટેલ, શિક્ષક કેસરપુરા, પ્રાથમિક શાળાએ જણાવ્યુ હતુ કે હું આ શાળામાં મારી બાળકની જેમ જ રાખું છું, તો દિકરીઓની જે સમસ્યા હોય છે તેનું પણ ધ્યાન રાખીને તેમની સમસ્યાઓનુ વાલીઓને પણ જાણ કરીએ છીએ.

    MORE
    GALLERIES

  • 1012

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    કેશરપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક્નો ચાર્જ સંભાર્યા પછી બાળઅભ્યારણની શરૂઆત કરવામાં આવી ધીમે ધીમે બાળકો અને શિક્ષકોએ પણ સાથ આપતા આજે શાળા બીજી શાળાઓ કરતા અલગ છે. તો ખાનગી શાળાઓમાંથી પણ 100થી વધુ બાળકો આ પ્રાથમિક શાળામાં આવ્યા છે. કારણ કે આ શાળાનું ભણતર, શાળાનું ગ્રાઉન્ડ, શાળાની વિવિધ પ્રકારની પ્રવૃતીઓ, તો શાળામાં બાળકોને દિવસ દરમિયાન કરવાનું પ્રવૃતીઓનુ પણ એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 1112

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    અંકુર દેસાઈ, આચાર્ય, કેસરપુરા પ્રાથમિક શાળાએ જણાવ્યુ હતુ કે અમારી શાળામાં તમામ પર્કારની સુવિધાઓ છે અને બળકોને ઘરે પણ જવાનુ મન થતું નથી જેને લઈને બાળકો પણ હંમેશા ખુશ જ રહે છે અને બાળ બેંકમાં પણ 1 લાખ કરતા પણ વધુ રૂપિયા ભેગા કર્યા છે.

    MORE
    GALLERIES

  • 1212

    તસવીરો: ઇડરની આ સરકારી શાળા ખાનગી સ્કૂલોને પણ મારે છે ટક્કર

    આમ કેશરપુરા પ્રાથમિક શાળાની અનોખી પહેલ થી શાળા માં ભણતા બાળકોની આઈકયું લેવલ માં વધારો થવાની સાથે બાળકો પોતાના આરોગ્યની પણ જાતેજ ધ્યાન રાખવા લાગ્યા છે. તો ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ શાળામાં આવવા લાગ્યા છે.

    MORE
    GALLERIES