ઈશાન પરમાર, સાબરકાંઠા: ઇડરનાં વડાલીમાં સામે આવી એક એવી ઘટના સામે આવી કે જે સાંભળી લોકોના હ્દય કાંપી ઉઠ્યા છે જી હા ઘર કંકાસમાં જ સગા પુત્રએ પિતાને કુહાડીનાં ઘા જીંકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે સાબરકાંઠા જીલ્લાનાં વડાલીનાં ગાયત્રીનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યા 70 વર્ષીય આધેડને કુહાડીનાં ઘા ઝીંકી દેતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલીક સારવાર અર્થે વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમને મ્રુત જાહેર કરાયા હતા.
આ વિશે સાબરકાંઠાનાં એસપી નિરજ બડગુજરનું કહેવું છે કે, વડાલીનાં ગાયત્રીનગરમાં રહેતા નાનજીભાઈ વાલજીભાઈ પટેલ બપોરે ઘરે હતા ત્યારે બપોરનાં સુમારે તેમના પુત્ર પ્રભુદાસભાઈએ તેમના પર અચાનક કુહાડી લઈને હુમલો કરતા નાનજીભાઈને માંથા, જબડું અને ગકદન પર થયેલ ઘાથી તેમનું મોત થયું હતું. હત્યારો પુત્ર હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયો હતો.
વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મ્રુત જાહેર કરાતા જ પોલીસને સમગ્ર જાણ કરાઈ હતી અને પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી અને ફરિયાદ નોધી હત્યારા પુત્રને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યારો પુત્ર કુહીડીના ઘા મારી ફરાર થઈ ગયો હતો પરંતુ મોડી સાંજે ઘરે પરત ફરતા જ પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી દીધી હતી.