Home » photogallery » sabarkantha » TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

રંજના પાંડેએ અલગ અલગ ટાસ્ક પૂરના કરીને 1900 યુવતીમાંથી ટોપ 51માં સ્થાન મેળવી લીધું છે.

  • 17

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    ઇશાન પરમાર, સાબરકાંઠા : મિસ ઇન્ડિયા, મિસ એશિયા પેસેફિક જેવી સ્પર્ધાઓમાં અત્યાર સુધી મોટા શહેરોની યુવતીઓનો દબદબો હતો. જોકે, મિસ ઇન્ડિયાના પ્રથમ સોપાન પર હવે હિંમતનગર જેવા શહેરની યુવતીએ પગરણ માંડ્યા છે. હિંમતનગરની યુવતીએ ભારતની 1900 સુંદરીઓમાંથી 51મો નંબર મેળવીને આ સ્પર્ધામાં આગળ વધી રહી છે. છેલ્લા 21 વર્ષથી હિમતનગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની રંજના પાંડે મિસ ઇન્ડિયાના પ્રથમ સોપાન સમી મિસ ટી.જી.પી.સી (The Great Pageant Community) સીઝન-7નાં આખરી તબક્કામાં પસંદગી પામી છે.

    MORE
    GALLERIES

  • 27

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    રંજના પાંડેએ અલગ અલગ ટાસ્ક પૂરના કરીને 1900 યુવતીમાંથી ટોપ 51માં સ્થાન મેળવી લીધું છે. આ માટે પરિવારમાં તમામ લોકો રંજનાને મદદ કરે છે. આમ તો પિતાની ઈચ્છા છે કે રંજના પહેલા ડોક્ટર બને. જોકે, આ વચ્ચે રંજનાએ ટી.જી.પી.સી માટે અરજી કરી હતી અને આ અંતિમ તબક્કા સુધી પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 37

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    રંજના પાંડેએ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, "મારી ઇચ્છા હતી કે મેડિકલના અભ્યાસ સાથે જ હું મિસ ટી.જી.પી.સી સિઝનમાં ઝંપલાવું. ગુજરાતમાંથી અહીં પહોંચનારી હું એક માત્ર છું. મારી ઈચ્છા છે કે હું ટોપ-10 કે ટોપ-3માં પણ પસંદગી પામું. મારી આ સિદ્ધિને કારણે મારા માતાપિતાને મારા પર ગર્વ છે. ઘરમાં હાલ ખુશીનો માહોલ છે." ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ના ફેસ ઓફ ગુજરાતમાં પણ રંજનાએ બેસ્ટ સ્માઈલનો એવોર્ડ મેળવ્યો છે

    MORE
    GALLERIES

  • 47

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    રંજના પોતાની ત્રણ બહેનમાં સૌથી નાની છે. રંજનાની બહેન રાગીણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારી બહેન મારાથી નાની છે પરંતુ કારકિર્દીમાં આગળ વધી જતા અમને ખૂબ ખુશી છે. અમારી ઇચ્છા છે કે મારી બહેન હજુ આગળ વધે."

    MORE
    GALLERIES

  • 57

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    મેડિકલના અભ્યાસ અને બ્યૂટી કોન્ટેસ્ટની તૈયારીની સાથે સાથે રંજનાને પેઇન્ટિંગ અને સ્કેચ આર્ટનો પણ શોખ છે. રંજના હાલ પોતાના પેશન વિશે અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 67

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    આગામી સમયમાં રંજના પાંડે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતે તેવી તેમના પરિવારન જ નહીં સમગ્ર સાબરકાંઠા જિલ્લાની ઈચ્છા છે.

    MORE
    GALLERIES

  • 77

    TGPC Miss Indiaના અંતિમ રાઉન્ડમાં હિંમતનગરની યુવતીની પસંદગી

    રંજના પાંડે

    MORE
    GALLERIES