Home » photogallery » sabarkantha » દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

Sabarkantha News: સાબરકાંઠા જીલ્લાનું આ એક એવું ગામ છે કે,જ્યા લોકોના લોહીમાં જ દેશભક્તિ છે. અહીંના લોકો જીવનની આથમતી સંધ્યાએ અત્યારે પણ દુશ્મનોને સબક શીખવાડવા બોર્ડર પર જવા તૈયારી દર્શાવી રહ્યા છે.

विज्ञापन

  • 18

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    ઈશાન પરમાર, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાનું આ એક એવું ગામ છે કે,જ્યા લોકોના લોહીમાં જ દેશભક્તિ છે. અહીંના લોકો જીવનની આથમતી સંધ્યાએ અત્યારે પણ દુશ્મનોને સબક શીખવાડવા બોર્ડર પર જવા તૈયારી દર્શાવી રહ્યા છે. કહેવાય છે કે, ‘દેશભક્તિ માટે ઉંમરની કોઈ બાધ હોતી નથી’

    MORE
    GALLERIES

  • 28

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    સાબરકાઠા જીલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલું હાપા ગામ, જ્યાં મોટા ભાગના લોકો દેશ સેનાની ભાવના સાથે જોડાયેલા છે. એના પરિપક રૂપે હાલમાં ગામના 30થી વધુ જવાનો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે. તો આ સાથે અન્ય લોકો 20થી વધુ લોકો પોલીસ સહિતની નોકરીઓ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    વધુમાં વાત કરવામાં આવે તો, 50થી વધુ જવાનો દેશની રક્ષા કરી હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. સરકાર જો આ ઉંમરે પણ તક આપે તો આતંકવાદીઓને તેમની ઓકાત બતાવી દેવાનો જુસ્સો હાલ પણ તેઓ ધરાવી રહ્યા છે. જવાની જેવો દેશ પ્રેમ આ ગામમાં જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 48

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    આ ગામના લોકો મોટાભાગે આર્મી, નેવી, નૌકાદળ,એસ ફોર્સ, પોલીસ સહિતની અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે અને હાપા ગામનું એ ના કેવળ ગુજરાતનું પણ સમગ્ર દેશનુ ગૌરવવંતુ ગામ છે.

    MORE
    GALLERIES

  • 58

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    આમ, તો માંડ આ ગામની વસ્તી 2100ની આસપાસ છે, પરંતુ ઘરદીઠ એક વ્યક્તિ દેશની સેવા માટે ફરજ બજાવે છે. હાપા ગામના લોકો પહેલેથી જ દેશ દાઝને વરેલા છે. આજે પણ આ ગામના લોકો બીજી બધી નોકરીમાં જવાને બદલે ભારતીય સૈન્યમાં જોડાવવાનુ વધુ પસંદ કરે છે.

    MORE
    GALLERIES

  • 68

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    દેશદાઝને વરેલુ આ એક માત્ર ગામ નથી પણ તેની સાથે સાથે વિજયનગર તાલુકાના પણ અનેકો ગામ છે જ્યા ઘર દીઠ એકથી વધુ લોકો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સરહદો પર તૈનાત છે.

    MORE
    GALLERIES

  • 78

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    હાપા ગામની પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ તમામ જગ્યાના યુવાનો સહિત યુવતીમાં પણ દેશદાઝ જોવા મળે છે. દેશની સેવા કરવા માટે હાલ તો તૈયારીઓ કરી રહ્યા છે અને દરરોજ પ્રેક્ટિસ પણ કરે છે. આર્મીમાં જવા માટે તત્પર રહે છે. આ ગામના નાના બાળકોથી લઈ યુવાનોમાં પણ દેશસેવાનો જુસ્સો જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 88

    દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર

    જીવનની આથમતી સંધ્યાએ પહોચેલા આ નિવૃત જવાનોનો દેશ દાઝ આજે પણ પહેલાના જેવી જ છે. ત્યારે સરકારે પણ હવે આવા જુસ્સાભેર નિવ્રુત જવાનોને કોઈ મુશ્કેલીના સમયમાં યાદ કરે તેવી હાલ તો આ ગામના વડીલ જવાનોની માંગ છે.

    MORE
    GALLERIES